<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ઢોલ-DJના જોરદાર અવાજથી ચમકીને દુલ્‍હાની ઘોડી વીફરી અને કૂવામાં છલાંગ લગાવી દીધી

ખંડવા,તા.૧૨: મધ્‍ય પ્રદેશના ખંડવા જિલ્‍લાના એક ગામમાં જાનનું સ્‍વાગત કરવા માટે છોકરીવાળાઓએ જોરજોરથી DJ અને ઢોલ વગાડવાનું શરૂ કરતાં જે ઘોડી પર દુલ્‍હો બેઠો હતો એ ચમકી ઊઠી હતી. અચાનક લાઉડ મ્‍યુઝિકથી ભડકેલી ઘોડી બેકાબૂ થઈ ગઈ અને આમતેમ ઊછળકૂદ કરીને નજીકમાં આવેલા કૂવામાં ખાબકી પડી. ગનીમત એ રહી કે ઘોડી કૂવામાં કૂદે એની ક્ષણો પહેલાં જ સંતુલન ગુમાવવાને કારણે દુલ્‍હો નીચે જમીન પર કૂદી પડ્‍યો હતો. નહીંતર ઘોડી ભેગો તેય પાણીમાં જાત. ફતેહપુર ગામમાં રવિવારે ભરબપોરે આ ઘટના બની હતી. ઘોડીને રેસ્‍ક્‍યુ કરીને બહાર કાઢવામાં ગ્રામીણો લાગી પડ્‍યા હતા. આ કૂવાની પાળી બહુ નીચી છે અને બે વર્ષ પહેલાં પણ આ જ કૂવામાં એક બળદ પડી ગયો હતો. ગ્રામજનોએ પંચાયતને વિનંતી કરી છે કે કૂવાની પાળી ઊંચી કરવામાં આવે જેથી આ પ્રકારના અકસ્‍માતો રોકી શકાય.(૪૦.૯)

(10:06 AM IST)