News of Thursday, 12th February 2026
કાળજીપૂર્વક જવાબદારી ન નિભાવાય તો કોર્ટની પ્રક્રિયા સજા બની જાયઃ સુપ્રીમ
ગુનાના પુરાવા રજૂ કરવામાં ન આવે તો કોર્ટે આવા કેસને રદ કરવાની હિંમત બતાવવી જોઈએ

નવી દિલ્હી,તા.૧૨: મધ્યપ્રદેશ વ્યાપમ પરીક્ષા કૌભાંડના વ્હિસલબ્લોઅર સામે જાતિ આધારિત હિસાના આરોપોને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતે કાયદાના શાસન પ્રત્યે નિષ્ઠા રાખી યાદ રાખવું જોઇએ કે જો જવાબદારી કાળજીપૂર્વક ન નિભાવવામાં આવે તો કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા બની શકે છે. અદાલતોએ શંકાના આધારિત કેસો અને સાચા કેસો વચ્ચે ભેદ પારખવો જોઇએ.
જાતિ આધારિત અત્યાચારના કેસમાં આરોપો ઘડવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી વ્હિસલબ્લોઅર આનંદ રાયની અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યાં હતાં. ૨૦૨૨માં એક રેલી દરમિયાન એક સાંસદ, ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ સામે કથિત હિસા અને દુર્વ્યવહારને આધારે આ કેસ દાખલ કરાયો હતો. રાય સામેના SC/ST એક્ટ હેઠળના આરોપોને રદ કરતા ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિહની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટે સભાનપણે એવા વાસ્તવિક કેસ તથા શંકા કે ધારણા અથવા કોઈ આધાર વગરના કેસ વચ્ચે ભેદ પારખો જોઇએ. પ્રથમ લ્લષ્ટિએ કેસ ન હોવા છતાં કોઈ મામલાને આગળ વધવા દેવો એ વ્યક્તિને ફોજદારી કાર્યવાહીના તાણ, કલંક અને અનિヘતિતામાં મુકવા જેવું છે. અદાલતે કાયદાના શાસન પ્રત્યે નિષ્ઠા રાખી યાદ રાખવું જોઇએ કે આ જવાબદારી કાળજીપૂર્વક નિભાવવામાં ન આવે તો કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા બની શકે છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી સામગ્રીમાં ગુનાના કોઇ પુરાવા ન હોય ત્યારે કાયદો અપેક્ષા રાખે છે કે કોર્ટ આવા કેસને રદ કરવાની હિમત દર્શાવે. આ જવાબદારી ટ્રાયલ કોર્ટ માટે સૌથી વધુ મહત્ત્વની છે, કારણ કે મોટાભાગના લોકો પ્રથમ વાર ટ્રાયલ કોર્ટમાં પ્રવેશતા હોય છે. આ કેસની સુનાવણી કરતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે SC-ST કાયદાની જોગવાઈઓ હેઠળ આરોપ દાખલ કરવા માટે ઘણી બાબતોની જરૂર પડે છે. SC/ST કાયદા હેઠળ આરોપીને ખબર હોવી જોઈએ કે પીડિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો છે.(૪૦.૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
