<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બેંક-એલઆઈસીમાં કામકાજ ઠપ્‍પ

ભારત બંધનું એલાનઃ દેશનાં ૩૦ કરોડ કામદારો જોડાયા : કામદાર વર્ગ દ્વારા ઠેરઠેર દેખાવો-સરઘસ-ચક્કાજામ

 

નવી દિલ્‍હી,તા.૧૨: કેન્‍દ્ર સરકારે બહાર પડેલા ૪ શ્રમ કાનુનના વિરોધમાં કેન્‍દ્રીય ટ્રેડ યુનિયનોએ આપેલા ભારત બંધના એલાન સંદર્ભે આજે બેંક-એલઆઈસી સહિત દેશભરમાં ૩૦ કરોડ જેટલા કામદારો જોડાતા બેંક અને એલઆઈસી-પોર્ટ સહિતના ક્ષેત્રની કામગીરી ખોરવાઈ થઈ છે. કામદારો એ ઠેરઠેર વિરોધ પ્રદર્શનો યોજી શેષનો પડઘો પાડયો છે.

સરકારી નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ-યુનિયનો, ખેડૂત-સંગઠનો અને અનેક સામાજિક સંગઠનોએ આ હડતાળને ટેકો આપ્‍યો છે. આ હડતાળ લેબર કોડ વિરુદ્ધ કરવામાં આવી રહી છે, જેને કર્મચારી સંગઠનો અધિકારોને નબળા પાડવાનો દાવો કરે છે. ભારત બંધના આહ્વાન સાથે મનરેગાને પુનઃ સ્‍થાપિત કરવાની અને વિકસિત ભારત જી-રામ જી બિલને રદ કરવાની માગણી છે. ઑલ ઇન્‍ડિયા ટ્રેડ યુનિયન કોન્‍ગ્રેસના મહાસચિવ અમરજિત કૌરે કહ્યું હતું કે ૧૦ કર્મચારી સંગઠનો અને ૩૦ કરોડ કામદારો આ હડતાળમાં છે.

આજના બંધને કારણે બેન્‍કિંગ સેવાઓ, જાહેર પરિવહન અને સરકારી કચેરીઓ આંશિક રીતે ખોરવાઈ શકે છે. ભારત બંધની અસર ખાસ કરીને મોટાં શહેરોમાં અનુભવાય એવી શક્‍યતા છે. જ્‍યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થવાની ધારણા છે. ઘણાં રાજ્‍યોમાં ખાનગી શાળાઓ અને કોલેજો પણ સાવચેતીના પગલા તરીકે બંધ રાખવાનો નિર્ણય લઈ શકે છે, જ્‍યારે કેટલીક જગ્‍યાએ ઑનલાઇન વર્ગો અપનાવવામાં આવી શકે છે.(૪૦.૨૬)

(10:24 AM IST)