News of Thursday, 12th February 2026
સલમાનના બનેવી આયુષ શર્માને ધમકી : લોરેન્સ બિશ્નોઈ ગેંગે મોકલ્યો પ્રોટોન મેઈલ

મુંબઇઃ સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ધમકી ભર્યો મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્ર મુજબ આ ઈમેઈલ પ્રોટોન ઈમેઈલનો ઉપયોગ કરી મોકલવામાં આવ્યો છે. ઈમેઈલ કરનારાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હોવાનો દાવો કરી ધમકી આપી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આયુષ શર્માને ઈમેઈલ વાયા પ્રોટોન દ્વારા જે ધમકી મળી છે, તે જ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા રણવીર સિંહના વ્હોટ્સએપ વોઈસ નોટમાં પણ આપવામાં આવી છે જેમાં VPNનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને કેસમાં ઓળખ છુપાવવાની કોશિશ ધમકી આપનારે કરી છે. તપાસ શરૂ કરી દેવાઈ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
