તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
શેરબજારના કડાકા વચ્ચે ‘શેરખાન’ના 8 શક્તિશાળી શેર: નિફ્ટીમાં નરમાઈ છતાં આ સ્ટોક્સમાં જોવા મળશે તેજીનો કરંટ; 35% સુધીના બમ્પર વળતરની આગાહી
રોકાણકારો માટે પોર્ટફોલિયો ચમકાવવાની સોનેરી તક: આઈટી, બેન્કિંગ અને એફએમસીજી સેક્ટરના દિગ્ગજ શેરો પર બ્રોકરેજ ફર્મ ફિદા; જાણો કયા શેરમાં રોકાણ કરવાથી તમે થઈ શકો છો માલામાલ

મુંબઈ:ભારતીય શેરબજારમાં અત્યારે રસાકસીનો માહોલ છે. ગુરુવારે નિફ્ટી ૧૨૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ૨૫,૮૫૦ની નીચે સરકી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું છે. વર્ષ ૨૦૨૬માં બજારનું પ્રદર્શન એકંદરે ધીમું રહેવાની શક્યતા વચ્ચે પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ 'શેરખાન' (Sharekhan) એ એક ખાસ રિપોર્ટ જાહેર કર્યો છે. શેરખાને એવા ૮ ધુરંધર શેરોની પસંદગી કરી છે જેમના ફંડામેન્ટલ્સ અત્યંત મજબૂત છે અને જે આગામી સમયમાં ૩૫% સુધીનું શાનદાર વળતર આપી શકે છે.
શેરખાનના પોર્ટફોલિયોમાં આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની Tech Mahindra ને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત એફએમસીજી સેક્ટરમાંથી ITC, Varun Beverages (વરુણ બેવરેજીસ), Zydus Wellness (ઝાયડસ વેલનેસ) અને Emami (ઈમામી) જેવા મજબૂત શેરો પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજનું માનવું છે કે ઘરેલું વપરાશમાં વધારો થતા આ કંપનીઓના નફામાં મોટો ઉછાળો જોવા મળશે.
બેન્કિંગ સેક્ટરમાંથી શેરખાને સરકારી બેંક PNB (પંજાબ નેશનલ બેંક) અને ખાનગી ક્ષેત્રની City Union Bank પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ બેંકોનું આકર્ષક વેલ્યુએશન રોકાણકારોને આકર્ષી રહ્યું છે. લોજિસ્ટિક્સ ક્ષેત્રમાંથી Transport Corporation of India (ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે વેપાર અને પરિવહન ક્ષેત્રે થતા વિકાસનો સીધો લાભ મેળવશે.
શેરખાનના મતે ૨૦૨૬માં આડેધડ રોકાણ કરવાને બદલે 'અર્નિંગ સાયકલ' અને 'ડોમેસ્ટિક ગ્રોથ' પર ધ્યાન આપવું જરૂરી છે. બજારના હાલના દબાણ વચ્ચે આ ૮ શેરો પોર્ટફોલિયોને સ્થિરતા આપવાની સાથે તગડો નફો પણ કરાવી શકે છે. નિષ્ણાતોના મતે, જ્યારે બજાર નીચે હોય ત્યારે આવા ક્વોલિટી શેરોમાં રોકાણ કરવું એ લાંબા ગાળા માટે સમજદારીભર્યું પગલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
