તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 12th February 2026
ટ્રમ્પની ‘ઓઈલ ગેમ’ રશિયાએ બગાડી! ભારત સાથેના તેલ સોદા પર રશિયન સંસદની મોટી જાહેરાત: પીએમ મોદી કોઈના દબાણમાં નહીં ઝૂકે, પુતિને અમેરિકાના એજન્ડાને આપ્યો આકરો જવાબ
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે તેવા ટ્રમ્પના દાવાઓ પોકળ સાબિત થયા: “અમે દબાણથી નહીં, દેશહિતથી કામ કરીએ છીએ” - રશિયન સંસદમાં ગુંજ્યો ભારતનો પડઘો; રશિયાએ ભારતને ગણાવ્યું અતૂટ મિત્ર

નવી દિલ્હી:ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ રશિયાએ જે રીતે પ્રતિક્રિયા આપી છે, તેણે વોશિંગ્ટનથી લઈને મોસ્કો સુધી ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ એજન્ડાને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધો સુધર્યા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે. રશિયન સંસદ (ડુમા) માં ભારત સાથેના તેલ સોદાને લઈને કરવામાં આવેલી જાહેરાતે સાબિત કરી દીધું છે કે નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેની મિત્રતા પર કોઈ ત્રીજા દેશની અસર પડવાની નથી.
રશિયાએ ટ્રમ્પના દાવાઓને ફગાવ્યા: રશિયા તરફથી આવેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભલે દાવો કરતું હોય કે ભારત હવે રશિયન તેલથી દૂરી બનાવશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. રશિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના ઉર્જા સંબંધો વ્યૂહાત્મક છે અને તે માત્ર કોઈ દબાણ હેઠળ તૂટી શકે તેમ નથી.
ભારતની સ્પષ્ટ નીતિ: ‘રાષ્ટ્રહિત સર્વોપરી’: ભારતે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર અનેકવાર સાફ કરી દીધું છે કે ભારતની વિદેશ નીતિ કોઈના દબાણમાં આવીને બદલાતી નથી. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને પોતાના નાગરિકોને મોંઘવારીથી રાહત આપી છે. અમેરિકા સાથેની નવી ટ્રેડ ડીલ ભારતની અર્થવ્યવસ્થા માટે ચોક્કસપણે ફાયદાકારક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારત પોતાના જૂના અને ભરોસાપાત્ર મિત્ર રશિયાને છોડી દેશે.
પુતિનનો માસ્ટરસ્ટ્રોક અને અમેરિકાની મુંઝવણ: રશિયન સંસદમાં ભારતની તરફેણમાં થયેલી આ જાહેરાતને વ્લાદિમીર પુતિનનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ સરકાર ભારતને રશિયાથી દૂર કરવા માટે સતત આડકતરો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતની આ ‘બેલેન્સિંગ એક્ટ’ એટલે કે અમેરિકા અને રશિયા બંને સાથે સંતુલન જાળવવાની નીતિ દુનિયા માટે એક નવો દાખલો બેસાડી રહી છે
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
