<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

શેરબજારમાં પરિણામોનો ધમાકો: Zaggle Prepaid ના નફામાં 84% નો તોતિંગ ઉછાળો, મિશ્રા ધાતુના નફામાં પણ વૃદ્ધિ; શુક્રવારે આ બે શેરો પર રહેશે સૌની નજર

ડિજિટલ પેમેન્ટ અને ડિફેન્સ સેક્ટરની કંપનીઓએ કમાણીમાં મારી બાજી: ઝગલ પ્રીપેડની આવક 56% વધીને ₹525 કરોડને પાર, જ્યારે મિશ્રા ધાતુના વેચાણમાં 15% થી વધુનો ગ્રોથ; જાણો રોકાણકારો માટે શું છે ખાસ

મુંબઈ:શેરબજારમાં ટ્રેડિંગ સત્રના અંતે બે જાણીતી કંપનીઓ 'ઝગલ પ્રીપેડ' (Zaggle Prepaid) અને 'મિશ્રા ધાતુ નિગમ' (MIDHANI) એ તેમના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બંને કંપનીઓના નફામાં વર્ષ-દર-વર્ષ (YoY) મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જે શુક્રવારે બજાર ખૂલતી વખતે આ શેરોમાં મોટી હલચલ મચાવી શકે છે.
ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ ક્ષેત્રની કંપની Zaggle Prepaid એ રોકાણકારોને ચોંકાવી દીધા છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૮૪.૩% વધીને ₹૩૬.૩ કરોડ પર પહોંચ્યો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹૧૯.૭ કરોડ હતો. કંપનીની આવકમાં પણ ૫૬% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ક્લાયન્ટ બેઝમાં થયેલો વિસ્તાર અને ટેકનોલોજીના વધતા વપરાશને કારણે કંપનીએ આ શાનદાર દેખાવ કર્યો છે. ખાસ વાત એ છે કે પરિણામો જાહેર થાય તે પહેલા જ આ સ્ટોક તેજી સાથે બંધ થયો હતો.
 સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટર માટે સ્પેશિયલ સ્ટીલ બનાવતી સરકારી કંપની મિશ્રા ધાતુનો નફો ૮.૨% વધીને ₹૨૭.૬ કરોડ નોંધાયો છે. કંપનીની આવક પણ ૧૫.૮% ના વધારા સાથે ₹૨૭૫.૬ કરોડ થઈ છે. જોકે, કાચા માલના ભાવ અને અન્ય ખર્ચાઓને કારણે કંપનીના માર્જિન પર થોડું દબાણ જોવા મળ્યું છે, જે ૨૨% થી ઘટીને ૧૯.૭% પર આવ્યું છે. તેમ છતાં, કંપનીના ઓર્ડર બુક મજબૂત હોવાથી લાંબા ગાળા માટે રોકાણકારોનો ભરોસો જળવાઈ રહ્યો છે.
બજારના નિષ્ણાતોના મતે, Zaggle Prepaid માં જોવા મળેલી આક્રમક વૃદ્ધિ તેને મિડકેપ સેગમેન્ટમાં આકર્ષક બનાવે છે. બીજી તરફ, મિશ્રા ધાતુ સરકારી ક્ષેત્રની મજબૂત કંપની હોવાથી તેમાં લાંબા ગાળાના રોકાણની તકો રહેલી છે. શુક્રવારે સવારે બજાર ખુલતાની સાથે જ આ બંને શેરોમાં વોલ્યુમ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

(8:35 PM IST)