<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વડા પ્રધાન મોદીની વિદેશયાત્રાઓ માટે ૪ વર્ષમાં થયો ૪૬૨.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ

નવી દિલ્‍હી તા.૧૩: ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્‍યાન વડા પ્રધાન મોદીની વિદેશની મુલાકાતોનો કુલ ખર્ચ ૪૬૨.૫૮ કરોડ રૂપિયા થયો હતો. ૪૩ દેશોમાં ફેલાયેલી આ મુલાકાતોમાં અનેક દેશોનો વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ એક કરતાં વધારે વખત પ્રવાસ કર્યો હતો.

અમેરિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ (UAE) અને જપાનની વડા પ્રધાને ચાર-ચાર વાર મુલાકાતો લીધી હતી. તેમણે ફ્રાન્‍સની ૩ વાર મુલાકાત લીધી હતી; જ્‍યારે યુનાઇટેડ કિગડમ, સાઉથ આફ્રિકા, રશિયા અને બ્રાઝિલ સહિતના ઘણા દેશોની બે વાર મુલાકાત લીધી હતી.

ખર્ચની દ્રષ્ટિએ કુલ ખર્ચમાં અમેરિકાની મુલાકાતનો ખર્ચ સૌથી વધારે હતો. અમેરિકાની ૪ મુલાકાતોમાં ૭૪.૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે કુલ વિદેશી મુલાકાતના ખર્ચના ૧૬ ટકાથી થોડો વધારે હતો. જપાન અને ફ્રાન્‍સની મુલાકાતમાં કુલ ખર્ચનો ૯ ટકા હિસ્‍સો હતો.(૩૮.૭)

(9:59 AM IST)