<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ફ્રેન્‍ચ સરકાર ૨૯ વર્ષના યુવાનોને પત્ર મોકલીને વિનંતી કરશે કે મોડું થાય એ પહેલાં બાળકો પેદા કરી લો

ફ્રાન્‍સમાં સ્‍થિર વસ્‍તી જાળવવા માટે પ્રજનનદર ૨.૧ હોવો જોઈએ, પરંતુ એ હાલમાં ઘટીને ૧.૫૬ થઈ ગયો છે

 

પેરિસ તા.૧૩: ફ્રાન્‍સમાં જન્‍મદર એકાએક ઘટી ગયો હોવાથી સરકાર હવે દેશના યુવાનોને એક પત્ર મોકલશે, જેમાં તેમને ૨૯ વર્ષની ઉંમર પહેલાં બાળકો પેદા કરવાની અથવા જો તેઓ એમ ન કરી શકતા હોય તો એગ ફ્રીઝિગ કરવાની વિનંતી કરશે. ૨૯ વર્ષ પછી બાળકો પેદા કરવામાં મુશ્‍કેલીઓ આવી શકે છે. તેથી મોડું થાય એ પહેલાં યોગ્‍ય ઉંમરે બાળકો પેદા કરવાં મહત્ત્વપૂર્ણ છે એમ જણાવવામાં આવશે. ફ્રાન્‍સ ઘટતા જતા પ્રજનનદર અંગે ચિતિત છે. તેથી ઇમેન્‍યુઅલ મેક્રોનની સરકારે દેશના પ્રજનનદર અથવા વસ્‍તી વધારવા માટે ૧૬ મુદ્દાની ઝુંબેશ શરૂ કરી છે. જોકે સરકારના આ અભિગમની ટીકા કરવામાં આવી રહી છે જેમાં એક વ્‍યક્‍તિએ કહ્યું હતું કે આ વિચાર લોકોને બાળકો જેવો લાગે છે.

ફ્રાન્‍સમાં સ્‍થિર વસ્‍તી જાળવવા માટે પ્રજનનદર ૨.૧ હોવો જોઈએ, પરંતુ એ હાલમાં ઘટીને ૧.૫૬ થઈ ગયો છે જે ૧૯૧૮ પછી એના સૌથી નીચા સ્‍તરે છે. જોકે આ હજી પણ ચીન, જપાન અને સાઉથ કોરિયા કરતાં વધારે છે, જ્‍યાં પ્રજનનદર ૧.૪૧થી નીચે આવી ગયો છે. ભારત, પાકિસ્‍તાન અને કેટલાક આફ્રિકન દેશોને બાદ કરતાં વિશ્વભરના મોટા ભાગના દેશો ઘટતા પ્રજનનદરના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. પત્રમાં પ્રજનન અને ઈંડાં ફ્રીઝિગ વિશે વૈજ્ઞાનિક માહિતી હશે. ૧૬ મુદ્દાઓમાં સમજાવવામાં આવશે કે ૨૯ વર્ષની ઉંમર પહેલાં બાળક હોવું અથવા ઈંડાં ફ્રીઝ કરવાં શા માટે મહત્ત્વપૂર્ણ છે.(૩૮.૫)

(10:00 AM IST)