હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM

ન્યૂયોર્ક તા.૧૩: આધુનિક સમાજમાં માણસ ધીમેધીમે આભાસી દુનિયામાં જીવતો થઈ ચુક્યો છે. એકલતા જાણે કે માનવીય જીવનની વાસ્તવિકતા બનતી જઈ રહી છે. આના કારણે આધુનિક માનવીય જીવન શારીરિક અને માનસિક બંને સ્વરૂપે ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યો છે. આ સ્થિતિ ઘણી જ ખતરનાક થઈ રહી છે.
આમ તો એકલતા અને એકાંતપ્રિયતામાં ઘણું મોટું અંતર છે. એકલતા માણસની એકલા રહેવાની મજબૂરી છે અને એકાંતપ્રિયતા માણસની એકલા રહેવાની તેની ખુદની પસંદગી છે.
હાલના સમયમાં માણસ પાસે સોશયલ મીડિયામાં હજારો સંપર્કો હોય છે, કે જે તેના વાસ્તવિક કોન્ટેક્ટ્સ નથી. પણ આ વર્ચુઅલ વર્લ્ડમાં માણસ પોતાના આટલા આભાસી સંપર્કોથી છાતી ફૂલાવે છે.
પણ જ્યારે જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે કોઈ તેની આસપાસ ઘનિષ્ઠ મિત્ર તરીકે હોતું નથી. તેને કારણે માણસ ઘણી માનસિક કુંઠાઓની સાથે શારીરિક સમસ્યાઓથી પણ પીડાય છે.
અમેરિકાની પ્રસિદ્ધ હાર્વર્ડ યૂનિવર્સિટી માં કરવામાં આવેલા સંશોધનથી આ સચ્ચાઈ સામે આવી છે. હાર્વર્ડની કેનેડી સ્કૂલ ના વિદ્યાર્થી કેરોલિન બ્રુકમેને પોતાના રિસર્ચમાં જણાવ્યું કે અમેરિકાના સમાજમાં દોસ્તીના સંબંધોમાં ઘટાડો થઈ રહ્યો છે અને લોકોની મિત્રતાને નિભાવવાની ઈચ્છા અને ક્ષમતા પણ નબળી પડી ચુકી છે.
ત્યાંના સમાજમાં આને Friendship Recessiંઁ એટલે કે મિત્રતામાં મંદી નામે ઓળખવામાં આવે છે.
રિસર્ચમાં સામે આવેલા ડરામણા આંકડા મુજબ, ૧૯૯૦ બાદથી અત્યાર સુધીમાં આવા લોકોની સંખ્યા ૧૨ ટકા થઈ ચુકી છે. આ લોકો એવું કહી રહ્યા છે કે તેમની પાસે કોઈ ઘનિષ્ઠ મિત્ર નથી. આમ ઘનિષ્ઠ મિત્ર ધરાવનારા લોકોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો ઘટાડો જોવા મળ્યો છે.
૨૦૧૪ પહેલા સુધી સામાન્ય અમેરિકન મિત્રો સાથે સપ્તાહમાં ૭ કલાક પસાર કરતા હતા, પણ હવે તેઓ ૪ કલાક પ્રતિ સપ્તાહ મિત્રોની સાથે ગુજારે છે. જે લોકો સામાજિક જીવનમાં ખામીઓને માટે કોવિડકાળને જવાબદાર ઠેરવી રહ્યા છે, તેમના માટે આ રિસર્ચના આંકડા ચોંકાવનારા છે.
આ રિસર્ચના આંકડા મુજબ Solo Dining માં ૨૯ ટકાનો વધારો થયો છે. ૪૦ ટકા લોકો પાસે માત્ર ઓનલાઈન મિત્રો જ છે. જેન-Z કે જનરેશન-Z આવી સમસ્યાથી સૌથી વધુ પ્રભાવિત છે.
અમેરિકામાં મિત્રતામાં ચાલી રહેલી મંદીની ઋતુ માટે માત્ર સામાજિક સંરચના જ જવાબદાર નથી. આ સાચું છે કે પરસ્પર મેળમિલાપની ઘટના, શહેરીકરણનો પ્રભાવ અને પાર્ક-કમ્યુનિટી સેન્ટર અને કોફી શોપનું ઓછું હોવું આની પાછળના જવાબદાર કારણોમાં સામેલ છે.
રિસર્ચ કહે છે કે એ પણ જોવું પડશે કે આખરે એકલા બહાર ભોજન કરવું એટલ કે Solo Dining કઈ માનસિકતાને કારણે વધી રહ્યું છે.
અમેરિકામાં Solo Dining ની પ્રવૃત્તિ ગત બે વર્ષમાં ૨૯ ટકા જેટલી વધી છે. તેને કારણે સમાજથી અલગાવને જોત અમેરિકામાં સામાજિક જીવનને જીવિત કરવાની ટ્રેનિગ અપાઈ રહી છે.
હાર્વર્ડના રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે આજના સમયમાં માણસનું કામ જ તેની સૌથી મોટી ઓળખ બની ગ ઈછે. સામાન્ય વ્યક્તિ કામના સરેરાશ કલાકોથી વધારે કામ કરી રહ્યો છે. તે મશીન બનીને રહી ગયો છે.
૬૫ વર્ષથી વધુ વયના કામકાજી લોકોની સંખ્યા પણ હવે ૧૯ ટકા થઈ ચુકી છે. સંબંધો પર કારકિર્દી હાવી થઈ ચુકી છે, જેના કારણે સામાજિક સંતુલન બગડી ગયું છે.
આધુનિક સમાજના માતાપિતા પોતાના બાળકો પર વિશેષ ધ્યાન આપે છે અને આખો સમય બાળકોની દેખરેખમાં સમય ગુજારે છે. તેના કારણે અન્ય મહત્ત્વપૂર્ણ સંબંધોને મહત્વ આપવામાં આવતું નથી. તેઓ હવે બહાર જવાના સ્થાને બાળકો સાથે ઘરમાં જ રહે છે અને દોસ્તીના નામે ડિજિટલ મિત્રતા કરે છે.
લગભગ ૪૦ ટકા અમેરિકન પાસે માત્ર ઓનલાઈન મિત્રો છે. જેન-જીની સ્થિતિ એ છે કે તેઓ સ્કૂલની બહાર મિત્રો સાથે દરરોજ માત્ર ૪૦ મિનિટ જ ગાળે છે. ઓનલાઈ મિત્રતાએ સ્ક્રીનટાઈમને તો વધાર્યો છે, તેની સાથે જ સ્ટ્રેસ અને બેચેનને પણ ઘણી વધારી છે.
હાર્વર્ડના રિસર્ચમાં જોન કેસિયોપ્પોએ જણાવ્યું છે કે ન્યૂરોસાયન્સ એ કહે છે કે એકલતા માણસમાં નેગેટિવિટીને વધારે છે.
તેના કારણે માણસ પોતાની આસપાસ નકારાત્મક વસ્તુઓને વધારવા લાગે છે અને આ કારણથી મગજ તેની તે સંવેદનાઓને વધારે છે, જે તેને દર્દનો અહેસાસ કરાવે છે. તે કોઈને પણ મળવામાં ડર અનુભવે છે. પરંતુ અસામાજિકતા તેને અંતમાં એકલતામાં ધકેલી દે છે.
આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મનુષ્યને એ યાદ રાખવું જોઈએ કે તે એક સામાજિક પ્રાણી છે અને તેના વગર તેનું જીવન શક્ય નથી.
ભારતમાં મિત્રતાની મંદીની હાલ સ્થિતિ નથી. પણ આના પર સંશોધન થવું જરૂરી છે. ભારતમાં પણ અમરિકાથી આવતી રીતરસમોને અપનાવવામાં આવતી હોવાની બાબત સચ્ચાઈ છે.
પヘમિી દુનિયાના પ્રભાવની નીચે ભારતમાં ઘણી સામાજિક પરિપાટી બદલાઈ ચુકી છે. ભારતમાં પણ સોશયલ મીડિયાથી માંડીને કારકિર્દીમાં આગળ વધવાની હોડ ઘણાં લોકોને મશીનગત જીવન જીવવા માટે મજબૂર કરી ચુકી છે.
મેટ્રો શહેરોમાં ન્યૂક્લિયર પરિવારો વધી રહ્યા છે, સામાજિક ગતિવિધિ ઘટી રહી છે. કામનો બોજ સતત વધી રહ્યો છે અને ડિજિટલનો સામાન્ય લોકો પર કબજો થઈ રહ્યો છે. તેના કારણે માનસિક અને શારીરિક બંને પ્રકારની સમસ્યાઓ વધી છે.
માટે ભારતના લોકોએ પણ પોતાના સમાજજીવનને લઈને સાવધાન રહેવાની જરૂરિયાત હોવાનું જાણકારો માની રહ્યા છે અને આના પર પણ સંશોધનની જરૂરિયાત હોવાનું કહી રહ્યા છે.(૩૮.૩)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM