<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગુજરાત સહિત અન્‍ય રાજ્‍યોમાં દસ કરોડની નકલી નોટો ફરતી હોવાની શંકા

દરિયાઈ માર્ગે કન્‍ટેનરમાં બનાવટી નોટો કચ્‍છમાં આવી હોવાની શંકા : ગાંધીધામમાં રૂા. ૫૦૦ની ૪૦ લાખની નકલી નોટો સાથે બે શખ્‍સો ઝડપાયા હતા

 

નવી દિલ્‍હી,તા.૧૩: પટના ડીઆરઆઈના અધિકારીઓએ ૫૦૦ની બોગસ ચલણી નોટોની હેરાફેરી કરવાના એક નેટવર્કનો પર્દાફાશ કરીને કચ્‍છ જિલ્‍લાના ગાંધીધામના બે વ્‍યક્‍તિઓની ધરપકડ કરીને તેમને પટના લઈ જવાયા છે. ગાંધીધામના રહેવાસી બે વ્‍યક્‍તિઓ ૫૦૦ના બનાવટની ચલણી નોટો લઈને ગુજરાત બહાર સોદો કરવા જઈ રહ્યા છે જે માહિતીના આધારે પટના ડીઆરઆઈના અધિકારીઓએ કચ્‍છ રેલવે સ્‍ટેશન પર બે વ્‍યક્‍તિને ૪૦ લાખની રૂપિયા ૫૦૦ની બનાવટી નોટો સાથે ધરપકડ કરી હતી. આ નોટો દરિયાઈ માર્ગે કન્‍ટેનર ની અંદર બનાવટી નોટો કચ્‍છમાં આવી હોવાનો અંદાજ છે પરંતુ આ અંગે તપાસ ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત મુંબઈ દિલ્‍હી બેંગ્‍લોર કર્ણાટક જેવા બીજા રાજ્‍યોમાં પણ ૫૦૦ની કરોડો રૂપિયાની બનાવટી નોટો ટ્રેન મારફત હેરાફેરી થઈ રહી છે અને નજીકના દિવસોમાં બહુ મોટી સિન્‍ડિકેટ પટના ડી આર આઈ ના હાથમાં આવે તેવી માહિતી સામે આવી છે. એક અંદાજ પ્રમાણે ૧૦ કરોડથી વધારેની ૫૦૦ની બનાવટી ચલણી નોટો દેશના કેટલાક રાજ્‍યોમાં ફરી રહી છે જેને ઝડપી પાડવા માટે દેશભરમાં તપાસ શરુ કરાઈ છે. ઘણા લાંબા સમય પછી પટના ડીઆરઆઈના અધિકારીઓએ ૫૦૦ની બનાવટી નોટોનું રેકેટ પકડી પાડયું છે આ બનાવટી નોટો ભારતમાં તૈયાર કરાઈ છે કે બહાર તેનુ નેટવર્ક તોડવામાં ડીઆઈઆરના અધિકારીઓ લાગી ગયા છે.(૪૦.૧૪)

 ગાંધીધામમાં ફિલ્‍મી ઢબે કારમાંથી નકલી નોટો ઝડપી

ગાંધીધામમાં એક કારનો પટના ડીઆરઆઈની ટીમે પીછો કરતા વાહન ચાલકે ભગાવી હતી જો કે આ કાર નાળામાં ફસાઈ જતાં એક શખ્‍સ ઝડપાઈ ગયો હતો.ડીઆરઆઇની ટીમે રોકડ રકમ ભરેલા ૩ થેલા કબજે કર્યા હતા. બીજીતરફ આ ઓપરેશન દરમિયાન હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. નકલી નોટોના લઈને કચ્‍છ રુટનો ઉપયોગ થયાની આશંકા છે. હાલમાં દેશભરનાં અન્‍ય રાજ્‍યોમાં ગુપ્ત રાહે તપાસ શરુ કરવામાં આવી છે.

(10:19 AM IST)