<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કિમ જોંગ ઉન બાદ ઉત્તર કોરિયા પર તેમની દીકરી રાજ કરશે

ઉત્તર કોરિયાના ખૂંખાર તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરી લીધા

 

પ્‍યોંગયાંગ,તા.૧૩: ઉત્તર કોરિયાના ખૂંખાર તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરી લીધા છે. હાલમાં જ દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્‍સીએ ગુરુવારે દાવો કર્યો છે કે કિમ જોંગ ઉને પોતાની ટીનેજર દીકરી, કિમ જૂ એને સત્તાવાર રીતે પોતાની ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય લીધો છે. છેલ્‍લા કેટલાક મહિનાથી ઝૂએ પબ્‍લિક ઈવેન્‍ટમાં સતત દેખાઈ રહી છે. તે સપ્‍ટેમ્‍બર ૨૦૨૫માં પહેલી વિદેશ યાત્રા પર બેઈજિગ પહોંચી હતી. ત્‍યારથી સમાચાર આવી રહ્યા હતા કે કિમ જોંગ ઉન બાદ ઉત્તર કોરિયા પર તેમની દીકરી રાજ કરશે.

કહેવાય છે કે કિમ જોંગ ઉન પોતાની દીકરીને લાંબા સમયથી તૈયાર કરી રહ્યા હતા, જે ઉત્તર કોરિયામાં આજ સુધી કોઈ મહિલા શાસક નથી રહી, ત્‍યાં હવે ૧૩ વર્ષની છોકરી આગામી સર્વોચ્‍ચ નેતા તરીકે ઊભરી રહી છે.

NISએ સાંસદોને જણાવ્‍યું કે જૂએને હવે ઉત્તરાધિકારી ડેઝિગ્નેશનના તબક્કામાં માનવામાં આવી રહ્યું છે. જેનો અર્થ છે કે તેને ન ખાલી ટ્રેન કરી રહ્યા છે, પણ તે સરકારી નીતિઓ પર પણ પોતાના મત આપવા લાગી છે.

આમ તો જૂએ વિશે વધારે જાણકારી મળતી નથી, પણ તે દરેક પબ્‍લિક ઇવેન્‍ટ પર પોતાની પિતાની કઠોર ઇમેજને થોડી સોફટ કરવા માટે હાજર રહે છે. ઉત્તર કોરિયામાં લાંબા વાળ રાખવાની મંજૂરી નથી, પણ ઝૂએ દરેક ઇવેન્‍ટમાં લાંબા વાળમાં દેખાઈ રહે છે. તેમના દેશમાં જે કપડાં મોટા ભાગના લોકો પહેરી શકતા નથી, તેવા કપડાંમાં કિમની દીકરી દેખાય છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૫માં કિમ જોંગ ઉન પોતાની દીકરીને પોતાની સાથે ચીન લઈ ગયા હતા. બેઇજિગ રેલવે સ્‍ટેશન પર કિમની ઠીક પાછળ તેનું ઊભું રહેવું અને ચીની અધિકારીઓ સાથે તેમના પ્રોટોકોલવાળી મુલાકાત ટીનેજર છોકરીના વધતા પાવરનું પ્રતીક છે.

જૂએને હંમેશા આંતરમહાદ્વીપીય બેલિસ્‍ટિક મિસાઈલ પરીક્ષણો અને સૈન્‍ય પરેડમાં પોતાના પિતા સાથે હાથમાં હાથ નાખીને ઊભી રહેતા જોઈ શકાય છે. હાલની તસવીરોમાં તે પોતાના પિતાની બાજુમાં ચાલતી દેખાય છે. જે ઉત્તર કોરિયામાં તેમની બરાબરનો દરજ્‍જાનો પુરાવો છે. આ ઉપરાંત આ મહિનાના અંતમાં થનારી વર્કર્સ પાર્ટી કોંગ્રેસ પર દુનિયાની નજર ટકેલી છે. આ પાંચ વર્ષમાં એક વાર થનારું સૌથી મોટું આયોજન છે. જ્‍યાં જૂએને કોઈ સત્તાવાર પદ અથવા ઉપાધિ આપી શકે છે. (૪૦.૧૧)

(10:20 AM IST)