News of Friday, 13th February 2026
પતંજલિ મધ પરનું સંશોધન આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલમાં પ્રકાશિત

હરિદ્વાર,તા.૧૩: વિશ્વ વિખ્યાત એલ્સેવિયર પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત સંશોધન જર્નલ એપ્લાઇડ ફૂડ રિસર્ચમાં પતંજાલિ મધ પર વિગતવાર સંશોધન પ્રકાશિત થતાં ઉત્પાદનોમાં ગુણવત્તા, શુદ્ધતા અને ગ્રાહક સલામતી માટેની પતંજલિની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત વૈજ્ઞાનિક માન્યતા મળી છે.
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે ભારતીય ખાદ્ય ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લાંબા સમયથી શંકાની નજરે જોવાય છે, પણ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત આ સંશોધન સાબિત કરે છે કે ભારતમાં પણ વિશ્વ કક્ષાનું સંશોધન શક્ય છે, જે માત્ર પતંજલિ માટે જ નહીં પરંતુ સમગ્ર FMCG ઉદ્યોગ માટે ગર્વની વાત છે. અભ્યાસમાં પુષ્ટિ મળી છે કે પતંજલિ મધમાં કોઈ ખાંડ, કૃત્રિમ ચાસણી અથવા અનિચ્છનીય રાસાયણિક અવશેષો નથી. મધ ગુણવત્તા, શુદ્ધતા અને વૈજ્ઞાનિક અધિકૃતતાના વૈશ્વિક ધોરણોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે.મુખ્ય વૈજ્ઞાનિક ડો. અનુરાગ વાર્શ્નેયે જણાવ્યું કે પતંજલિ મધના ૨૫ બેચનું અદ્યતન વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરીને વ્યાપક પરીક્ષણ કરાયુ છે.(૪૦.૭)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
