<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ડિસેબિલિટી પેન્‍શન સરકારની સખાવત નથીઃ સુપ્રીમકોર્ટ

નવી દિલ્‍હી,તા.૧૩: સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્‍યું હતું કે ‘ડિસેબિલિટી પેન્‍શન' (વિકલાંગતા પેન્‍શન) એ કોઈ દાન કે સરકારની રહેમનજર પર નિર્ભર ‘એક્‍સ-ગ્રેશિયા' (અનુગ્રહ પૂર્વકનું) વળતર નથી, અને સરકાર તેના અભિગમમાં પક્ષપાતી કે અસમાન ન હોઈ શકે. જાસ્‍ટિસ પી.એસ. નરસિમ્‍હા અને આલોક આરાધેની બેન્‍ચે ભૂતપૂર્વ સૈનિકોને ડિસેબિલિટી પેન્‍શનની ચુકવણી અંગેના ‘આર્મ્‍ડ ફોર્સીસ ટ્રિબ્‍યુનલ'ના આદેશને પડકારતી કેન્‍દ્ર સરકારની અપીલને ફગાવી દેતા આ અવલોકનો કર્યા હતા. સર્વોચ્‍ચ અદાલતે કહ્યું કે ડિસેબિલિટી પેન્‍શન એ લ્‍હાણી નથી, પરંતુ રાષ્ટ્રની સેવામાં આપેલા બલિદાનની સ્‍વીકૃતિ છે. પેન્‍શન એ સરકારની કોઈ બક્ષિસ કે સખાવત નથી. તે ભૂતકાળની સેવા માટેના વળતરનો વિલંબિત હિસ્‍સો છે અને નિર્ધારિત શરતો પૂર્ણ થતાં તે કાયદેસરના અધિકારમાં ફેરવાય છે.(૪૦.૫)

(10:23 AM IST)