<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

આ વર્ષના અંત સુધીમાં સોનું ૨ લાખ અને ચાંદી ૬ લાખ

ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ જ્‍વેલર્સ એસોસિએશનના મહાસચિવ સંતકુમારની મોટી આગાહી

 

નવી દિલ્‍હી તા.૧૩: સોનાની કિમતોમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તેણે સામાન્‍ય રોકાણકારોમાં મૂંઝવણ વધારી છે. એક્‍સપર્ટ્‍સના જણાવ્‍યા અનુસાર, સોનાની કિમતો ૨૦૨૬ના અંત સુધીમાં અનેક આર્થિક અને ગ્‍લોબલ ફેક્‍ટર્સ પર નિર્ભર કરશે. ફુગાવા, ડોલરની સ્‍થિતિ અને આંતરરાષ્ટ્રીય માંગને કારણે ભાવમાં વધઘટ શક્‍ય છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ સમયગાળા દરમિયાન સાવધાન રહે અને યોગ્‍ય સમયે રોકાણ કરે.

ગુરુવારે રાતે બંધ થતા પ્‍ઘ્‍હ્‍માં સોનાની કિમતમાં રૂ. ૧૬૭૨ રુપિયાનો ઘટાડો થયો અને તે રૂ. ૧,૫૨,૯૯૫ના સ્‍તરે પહોંચી ગયું હતું. જ્‍યારે આજે સવાર ખૂલતા બજારમાં સામાન્‍ય ઉછાળો જોવા મળ્‍યો હતો અને ૨ એપ્રિલનો સોનાનો કોન્‍ટ્રાક્‍ટ ૧,૫૩,૭૫૦ રુપિયાના સ્‍તરે ખૂલ્‍યો હતો જ્‍યાંથી આ લખાઈ રહ્યું છે ત્‍યાં સુધીમાં તેણે ૧,૫૪,૮૩૭ રુપિયાનો હાઈ બનાવ્‍યો હતો.

જ્‍યારે ચાંદીની કિમતો પણ ગુરુવારે ૧૦ ટકા તૂટી ગઈ હતી અને ચાંદી ૨,૩૭,૦૦૦ પહોંચી ગયું હતું. જ્‍યારે તેની પહેલાં ચાંદીએ એક દિવસમાં મોટી છલાંગ લગાવી હતી. આમ સતત ચઢાવ ઉતારે રોકાણકારોને અસમંજસમાં પાડી દીધા છે. આજે ખૂલતા માર્કેટમાં ચાંદી ૫,૦૦૦ રુપિયાથી વધારે ઉછળી ચૂક્‍યું છે. ચાંદી આજે ૨,૩૯,૬૨૬ રુપિયાના સ્‍તરે ઓપન થયું ત્‍યાંથી આ લખાઈ રહ્યું છે ત્‍યાં સુધીમાં તેણે ૨,૪૨,૭૩૮ રુપિયાનો હાઈ બનાવ્‍યો છે.

આવી સ્‍થિતિમાં ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ જ્‍વેલર્સ એસોસિએશનના મહાસચિવ સંતકુમારે સોના અને ચાંદીના ખરીદદારોને કિમતોમાં આવતા દરેક ઘટાડાનો લાભ લેવાની સલાહ આપી છે.

તેમણે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાની કિમતો બે લાખ રૂપિયા પ્રતિ સોવરેન અને ચાંદીની કિમત ૬ લાખ રૂપિયા પ્રતિ કિગ્રા સુધી વધી જશે.

સોનું ખરીદી સમયે બે વાતોનું ખાસ ધ્‍યાન રાખવું જોઈએ. પ્રથમ- હંમેશા બ્‍યૂરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ (BIS) હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્‍ડ જ ખરીદો. આ નંબર આલ્‍ફાન્‍યૂમેરિક એટલે કે કંઈક આવી રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિગ દ્વારા જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે.(૩૮.૩૪)

(3:22 PM IST)