<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઇને કોંગ્રેસ દ્વારા મોટા આંદોલનની તૈયારી : ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની બેઠક

વ્યાપાર સમજૂતીએ કૃષિ આયાત માટે દરવાજા ખોલી નાખ્યા છે અને જલ્દી જ ઘણાં અન્ય પાક પણ આની ઝપટમાં આવી શકે :ખેડૂતો-ખેતમજૂરોની આજીવિકાની સુરક્ષા માટે મોટા આંદોલનની જરૂરત પર પણ થઈ ચર્ચા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઘણાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી આ સંગઠનોની સાથે અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલનો વિરોધ કરવો અને ખેડૂત-ખેતમજૂરોની આજીવિકાની સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે મોટા આંદોલનની જરૂરિયાત પર ચર્ચા કરી છે. સંસદ ભવન પરિસરમાં જ આ બેઠક યોજાઈ હતી.

 

 

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે આ વ્યાપાર સમજૂતીએ કૃષિ આયાત માટે દરવાજા ખોલી નાખ્યા છે અને જલ્દી જ ઘણાં અન્ય પાક પણ આની ઝપટમાં આવી શકે છે. કૉંગ્રેસ મુજબ, ખેડૂત સંગઠનોના નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપાર સમજૂતીનો વિરોધ કર્યો અને મકાઈ, સોયાબીન, કપાસ, ફળ અને મેવાની ખેતી કરનારા ખેડૂતોની આજીવિકાને લઈને ઘેરી ચિંતા પણ વ્યક્ત કરી.

 

રાહુલ ગાંધી સાથેની બેઠકમાં અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના નેતા સુખપાલસિંહ ખૈરા, ભારતીય કિસાન મજદૂર યૂનિયન-(હરિયાણા)ના નેતા એડવોકેટ અશોક બલહારા, ભાતીય કિસાન યૂનિયન (ક્રાંતિકારી)ના નેતા બલદેવ એસ. જીરા, આમ કિસાન યૂનિયના કેદાર સિરોહી, કિસાન મજદૂર મોર્ચા (ઈન્ડિયા)ના ગુરમનીત એસ. મંગત સહીત કેટલાક અન્ય સંગઠનોના નેતાઓ પણ આમા સામેલ થયા.

આ બેઠકના એક દિવસ પહેલા જ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર દેશ અને ખેડૂતોને અમેરિકાના હાથે વેચવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે સરકાર તેમની વિરુદ્ધ ચાહે કેસ કરે અથવા વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવે, તે ખેડૂતોની લડાઈ લડતા રહેશે. રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરતા કહ્યુ છે કે એફઆઈઆર હોય અથવા વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડીશ.

 

(7:47 PM IST)