News of Friday, 13th February 2026
' પંચશીલ કરાર ' : ભારત માટે ઉત્તરીય સીમાના વિવાદનું સમાધાન, પરંતુ ચીને તેને માત્ર વ્યાપારિક સમજૂતી માની
પંડિત નહેરુએ ચીન સાથે કેમ કર્યો હતો પંચશીલ કરાર?: ભારત અને ચીનના સંબંધો પર વાત કરતા CDS અનિલ ચૌહાને જણાવી તિબેટવાળી વાત

નવી દિલ્હી :ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાને ભારત અને ચીન વચ્ચેના પંચશીલ કરારને લઈને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા 1954માં કરવામાં આવેલા પંચશીલ કરાર હેઠળ ભારતે સત્તાવાર રીતે તિબેટને ચીનનો હિસ્સો માની લીધો હતો. સીડીએસ (CDS) જનરલ અનિલ ચૌહાને કહ્યુ છે કે આ સમજૂતી બાદ ભારતને લાગ્યું કે ઉત્તરીય સીમાના વિવાદનું સમાધાન થઈ ગયું છે, પરંતુ ચીને તેને માત્ર વ્યાપારિક સમજૂતી માની.
દહેરાદૂનમાં એક કાર્યક્રમમાં જનરલ ચૌહાને કહ્યુ કે ત્યારે પણ ચીનનું વલણ એ હતું કે આ સમજૂતી માત્ર વ્યાપારિક માર્ગો માટે છે, તેની સરહદો સાથે કોઈ લેવાદેવા નથી. તેના પછી જ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી (Lac) આજ સુધી સંવેદનશીલ બનેલી છે.
ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલિન ચીની વડાપ્રધાન ઝોઉ એનલાઈ વચ્ચે પંચશીલ કરારથયો હતો. ત્યારે પાંચ સિદ્ધાંતો હતા, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પર આધારિત હતા.
સીડીએસએ પોતાની વાત આગળ વધારતા કહ્યુ કે બ્રિટિશ ચાલ્યા ગયા, તેમને એક દિવસ જવાનું જ હતું. તે પોતાની પાછળ છોડી ગયા આ સીમાઓ, હવે ભારતે નક્કી કરવાનું હતું કે આપણી સીમાઓ ક્યાં છે? નહેરુ કદાચ જાણતા હતા કે પૂર્વમાં આપણી પાસે મેકમોહન જેવી વ્યવસ્થા છે, તેના સિવાય લડાખના કેટલાક ક્ષેત્રો પર પણ દાવો છે, પરંતુ આ પહાડો અને તેની વચ્ચેના પાસમાં સ્થિતિ સ્પષ્ટ ન હતી, માટે કદાચ તેમણે પંચશીલ સિદ્ધાંતનો માર્ગ પસંદ કર્યો.
1950ના દશકનું ચીન આજના જેટલુ મજબૂત ન હતું. સતત યુદ્ધોને કારણે તેની સ્થિતિ પણ નબળી હતી. જો કે તેના પછી પણ તેણે તિબેટને હડપી લીધું, પરંતુ તેની આગળ આવવાની તેની હિંમત થઈ ન હતી. તેવામાં તે પણ શાંતિ ઈચ્છતું હતું.
સીડીએસ જનરલ અનિલ ચૌહાને આ મુદ્દા પર પોતાનીવાત રજૂ કરતા કહ્યુ કે ચીનીઓ માટે પણ આ સમજૂતી મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તેમણે તાજેતરમાં તિબેટને 'મુક્ત' કર્યું હતું. તે લ્હાસા અને શિનજિયાંગ સુધી પહોંચી ચુક્યું હતું. આ ક્ષેત્ર તેની પહોંચથી ઘણું દૂર હતું. તેવામાં અહીં સ્થિરતા જાળવી રાખવી મુશ્કેલ હતી, તેવામાં તે પણ અહીં શાંતિ ઈચ્છતું હતું.
સીડીએસ જનરલ ચૌહાને કહ્યુ કે સ્વતંત્ર ભારત પણ ચીનના સ્વરૂપમાં એક મજબૂત મિત્રને જોઈ રહ્યું હતું અને તેની સાથે મજબૂત સંબંધ ઈચ્છતું હતું. તેવામાં આ ક્ષેત્ર બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ બન્યું. ચીને પણ આ સમયમાં ભારત સાથે મિત્રતાપૂર્ણ સંબંધ બનાવી રાખ્યા. ભારતે પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને સ્થાયી બેઠક આપવાનું સમર્થન કર્યું. તેના પછી હિમાલયન ક્ષેત્ર, જે પહેલા તિબેટ તરીકે ભારત અને ચીન વચ્ચે બફર ઝોન બનેલો હતો, તે હવે બફર ન રહીને સીમામાં પરિવર્તન થઈ ગયું હતું.
સીડીએસ જનરલ ચૌહાન પ્રમાણે, આ સમજૂતી બાદ ભારતે માન્યું કે તેણે ઉત્તરીય સીમાનો વિવાદ ઔપચારિકપણે નિપટાવી લીધો છે, હવે તેને માત્ર એક સંધિ તરીકે માન્યતા આપવાનું બાકી છે. ભારત માટે હવે આ સીમાની વૈદ્યતા પંચશીલ કરારના આધારે જ હતી. ભારતનું માનવું હતું કે 6 પહાડી માર્ગો, શિપકી લા, માણા, નીતિ, કિંગરી-બિંગરી, લિપુરલેખ અને ધર્માની ઓળખ કરીને તેમને વ્યાપારિક અને તીર્થ યાત્રા માટે મહત્ત્વપૂર્ણ બનાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ચીનના મનસૂબા કંઈક અલગ જ હતા, ચીને સ્પષ્ટ કર્યું હતું કે તેના માટે આ કરાર માત્ર વ્યાપારિક સ્થિતિ અને રાજમાર્ગ માટે છે. આને સીમા વિવાદ અથવા સીમા નિર્ધારણ કરવાને લઈને કઈ લેવાદેવા નથી.
આઝાદ ભારત અને ચીન વચ્ચે 1954માં પંચશીલ કરાર થયો હતો. આ સમજૂતીનું સત્તાવાર નામ ભારત અને ચીન વચ્ચે તિબેટ ક્ષેત્રની સાથે વ્યાપાર અને આવાગમન પર સમજૂતી - હતું. આ સમજૂતીમાં તિબેટ ક્ષેત્રના નામ સામે આવવા પર એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતે તિબેટની ઉપર ચીનના અધિકારને સ્વીકારી લીધો છે.
આ સમજૂતીના મુખ્ય પાંચ સિદ્ધાંત
1. એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સમ્માન
2. પારસ્પરિક અનાક્રમણ
3. પારસ્પરિક આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપથી દૂર રહેવું
4. સમાનતા અને પારસ્પરિક લાભ
5. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ
મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને ચીન વચ્ચે આ સમજૂતી 29 એપ્રિલ, 1954ના રોજ સાઈન થઈ હતી. તેની વૈદ્યતા 8 વર્ષ માટેની હતી. 3 જૂન, 1962ના રોજ આ સમજૂતીના સમાપ્ત થયાના કેટલાક સમય બાદ ચીને ભારત પર હુમલો કર્યો હતો.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
