<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

રાજસ્થાન વિધાનસભા શરમાઈ! કોંગ્રેસ ધારાસભ્યની 'અશ્લીલ હરકતો' કેમેરામાં કેદ થતા હોબાળો, સ્પીકર બોલ્યા- "વીડિયો જોઈને લઈશું કડક એક્શન"

બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય રોહિત બોહરાની અભદ્ર ચેષ્ટાથી મર્યાદા ઓળંગાઈ; ભાજપની કાર્યવાહીની માંગ સામે વિપક્ષે માફીની અપીલ કરી, લોકશાહીના મંદિરમાં આચરણ પર ઉઠ્યા ગંભીર સવાલ

જયપુર: રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્રમાં આજે ત્યારે એક નવો વિવાદ સર્જાયો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય રોહિત બોહરા પર ગૃહમાં અશ્લીલ હરકતો કરવાનો ગંભીર આરોપ લાગ્યો. શૂન્ય કાળ દરમિયાન જ્યારે ગૃહની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું હતું, ત્યારે ધારાસભ્યની કેટલીક ચેષ્ટાઓ કેમેરામાં કેદ થઈ હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે આ ઘટનાને વિધાનસભાની ગરિમા પર પ્રહાર ગણાવીને કડક સજાની માંગ કરી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસના જ અન્ય એક ધારાસભ્ય હરિમોહન શર્મા ગૃહમાં શિલાન્યાસના મુદ્દે પ્રવચન આપી રહ્યા હતા. તેમની બરાબર પાછળની સીટ પર બેઠેલા રોહિત બોહરા શરૂઆતમાં હસતા જોવા મળ્યા હતા, પરંતુ થોડી જ ક્ષણોમાં તેમણે હાથ વડે કેટલીક અશ્લીલ હરકતો કરી હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્યો લાઈવ ફીડમાં રેકોર્ડ થઈ જતાં ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે.
શ્રીચંદ કૃપાલાણી (ભાજપ ધારાસભ્ય): "રાજસ્થાન વિધાનસભાની એક સમૃદ્ધ પરંપરા છે. રોહિત બોહરાએ જે આચરણ કર્યું છે તે અત્યંત નિંદનીય છે. સ્પીકર સાહેબ, આ મામલે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ."
"સભ્યો ઉશ્કેરાઈ જાય તે સમજાય છે, પણ ગૃહની અંદર આવી હરકતો અસ્વીકાર્ય છે."
 તેમણે સ્વીકાર્યું કે આ અયોગ્ય છે, પરંતુ ગૃહને વિનંતી કરી કે જૂની વાતોને યાદ રાખીને આ મામલે સહાનુભૂતિપૂર્વક માફી આપીને મામલો શાંત પાડવો જોઈએ.
સ્પીકરની કડક ચેતવણી: "૮ કરોડ લોકો જોઈ રહ્યા છે": વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ આ બાબતને ખૂબ જ ગંભીર ગણી છે. તેમણે ટકોર કરતા કહ્યું કે, "રાજ્યના ૮ કરોડ લોકો આ કાર્યવાહી જુએ છે. દરેક ધારાસભ્ય લાખો લોકોના પ્રતિનિધિ છે. હું પોતે આ ઘટનાના વિડીયોની સમીક્ષા કરીશ. જો નિયમોનું ઉલ્લંઘન અને ગરિમા ભંગ જણાશે, તો ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે."
લોકશાહીના પવિત્ર ગણાતા ગૃહમાં જનપ્રતિનિધિઓનું આવું આચરણ ચિંતાનો વિષય બન્યો છે. હવે સૌની નજર સ્પીકરના નિર્ણય પર છે કે શું રોહિત બોહરા સામે કોઈ મોટું પગલું ભરવામાં આવશે કે પછી માફી સાથે મામલો થાળે પડશે.

(9:11 PM IST)