News of Friday, 13th February 2026
તારિક રહમાન બાંગ્લાદેશના આગામી વડપ્રધાન બનશે : ભારત સાથે કેવા સંબંધો રાખશે? રાજકીય વર્તુળોમાં ચર્ચા
BNP નો ભૂતકાળ ભારત વિરોધી રહ્યો હોવાથી નવી સરકારની વિદેશ નીતિ અને ચીન-પાકિસ્તાન સાથેના તેમના સંબંધો ભારત માટે ચિંતાનો વિષય

નવી દિલ્હી :તારિક રહમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ દેશની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. સ્થાનિક ચેનલો મુજબ, બીએનપી (BNP) અને તેના સાથીદળોએ 299માંથી ઓછામાં ઓછી 212 બેઠકો જીતી છે. આ ચૂંટણી એ જનઆંદોલન બાદ થઈ રહી છે કે જેમાં શેખ હસીનાની સરકાર પદભ્રષ્ટ થઈ હતી. મતગણતરી ચાલુ રહેવા દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીએનપી અને તેના અધ્યક્ષ તારિક રહમાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યુ કે ભારત લોકતાંત્રિક બાંગ્લાદેશના સમર્થનમાં ઉભું રહેશે.
ભારત અને બાંગ્લાદેશના સંબંધો દાયકાઓ જૂના છે. બંને દેશો વચ્ચે લગભગ 4000 કિલોમીટર લાંબી સીમા લાગે છે. પરંતુ ગત વર્ષ જુલાઈમાં શેખ હસીનાના સત્તામાંથી હટયા બાદ બંને દેશો વચ્ચે તણાવ આવી ગયો હતો.
હવે જ્યારે તારિક રહમાન બાંગ્લાદેશના આગામી વડપ્રધાન બનવાની સ્થિતિમાં છે, તો સવાલ ઉઠી રહ્યો છે કે તેમની સરકાર ભારત સાથે કેવા સંબંધો રાખશે.
તારિક રહમાનની જીત બાદ એ ચર્ચા થઈ રહી છે કે શું તે પોતાના માતા ખાલિદા ઝીયાની જેમ ભારત પ્રત્યે કડક વલણ અખત્યાર કરશે.
પહેલા બીએનપીને ભારત પ્રત્યે વધુ અનુકૂળ માનવામાં આવતી ન હતી. ખાલિદા ઝીયાનો કાર્યકાળ (1991થી 1996 અને 2001થી 2006)માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો. તે સમયે સીમા પાર ઉગ્રવાદ, પાણી વહેંચણી અને વ્યાપાર અસંતુલન જેવા મુદ્દા સામે આવ્યા. ભારતે આરોપ લગાવ્યો હતો કે તેમના શાસનમાં ભારત વિરોધી સંગઠનોને પનાહ આપવામાં આવી.
તેમણે આસામના ઉગ્રવાદી સંગઠન ULFA અને NDFBને કથિતપણે સ્વતંત્રતાસેનાની સુદ્ધાં ગણાવી દીધા હતા. તેમણે ભારતને બાંગ્લાદેશના માર્ગે પૂર્વોત્તર રાજ્યો સુધી ટ્રાન્ઝિટની મંજૂરી આપવાનો પણ ઈન્કાર કર્યો હતો
મોદીએ એક્સ પર લખ્યું કે તે તારિક રહમાનને સંસદીય ચૂંટણીમાં નિર્ણાયક જીત માટે હાર્દિક અભિનંદન આપે છે. આ જીત બાંગ્લાદેશની જનતા દ્વારા તેમના નેતૃત્વ પર ભરોસો દર્શાવે છે. તેમણે કહ્યુ કે ભારત લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદે સાથે મળીને બંને દેશોના સંબંધો મજબૂત કરશે અને સંયુક્ત વિકાસ લક્ષ્યોને આગળ વધારીશું.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
