હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેનેઝુએલાથી સીધું ખનીજતેલ આયાત કરવાનું લાયસન્સ આપ્યું
કંપનીની રશિયા પરની નિર્ભરતા ઘટી શકે :વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્ર પર ઢીલ અને ભારત-અમેરિકાની વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલ બાદ સંભવિત ટ્રેડ એગ્રિમેન્ટ વચ્ચે મહત્ત્વપૂર્ણ

ભારતની ઉર્જા જરૂરિયાતો માટે એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડને એવું ખાસ લાયસન્સ આપ્યું છે, જેનાથી કંપની હવે વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ખરીદી શકશે અને આ દરમિયાન અમરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન પણ નહીં થાય. મામલા સાથે બે સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે આ પગલું વેનેઝુએલાના એનર્જી સેક્ટર પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલનો ભાગ છે. તેનાથી રિલાયન્સને સસ્તા ખનીજતેલની સપ્લાઈ મળી શકે છે અને વેનેઝુએલાના ઓઈલની નિકાસને પણ ગતિ મળી શકે છે.
ગત મહિનાના પ્રારંભમાં અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાયા બાદ અમેરિકાના અધિકારીઓએ કહ્યુ હતુ કે વોશિંગ્ટન વેનેઝુએલાની એનર્જી ઈન્ડસ્ટ્રીઝ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ આપશે. તેનો ઉદેશ્ય કરાકાસ અને વોશિંગ્ટન વચ્ચે 2 અબજ ડોલરના ઓઈલ આપૂર્તિ કરારને આગળ વધારવો અને દેશની ઓઈલ ઈન્ડસ્ટ્રી માટે 100 અબજ ડોલરની યોજનાને આસાન બનાવવાનો છે.
નોર્મલ લાયસન્સ હેઠળ વેનેઝુએલામાં પહેલેથી કાઢવામાં આવેલા ઓઈલની ખરીદી, નિકાસ અને વેચાણની અનુમતિ આપવામાં આવે છે. તેમાં તે ક્રૂડ ઓઈળને રિફાઈન કરવાની પણ મંજૂરી સામેલ છે.
તેની સાથે જ દુનિયાના સૌથી મોટા રિફાઈનિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી કંપની માટે ક્રૂડ ઓઈલની પડતર ઓછી થઈ શકે છે. રિલાયન્સે જાન્યુઆરીની શરૂઆતમાં આ લાયસન્સ માટે અરજી કરી હતી. જો કે કંપની તરફથી આના સંદર્ભે હજી સુધી કોઈપણ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
