<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન

મુંબઈમાં અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા

 

મુંબઈ,તા.૧૪: રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું દુઃખદ નિધન થયું છે. મુંબઈમાં સાંજે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા છે. તેમના પરિવાર દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરીને જાણ કરવામાં આવી છે.

રામાયણ સિરીયલમાં દરેક કલાકારોએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી. આ રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્‍યો હતો. જોકે રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું દુખદ અવસાન થયું છે. ૧૩ ફેબ્રુઆરીએ સાંજે ૪:૩૦ વાગ્‍યે મુંબઈના પવન હંસ શ્‍મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્‍કાર થયા. આનંદ સાગર ભારતીય ટેલિવિઝનના સૌથી પ્રભાવશાળી પરિવારના સદસ્‍ય હતા. તેમના નિધન બાદ પરિવાર દ્વારા આ મુદ્દે જાણકારી આપવામાં આવી છે.

રામાનંદ સાગરના પરિવારે ઇન્‍સ્‍ટાગ્રામ અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોસ્‍ટ કરીને આ મામલે જાણકારી આપી છે. પરિવારે જણાવ્‍યું કે ઘણા દુખ અને શોક સાથે સાગર પરિવાર આનંદ સાગરની નિધનની જાહેરાત કરે છે. આજે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ તેમનું નિધન થયું છે. પ્રસિદ્ધ ટીવી સિરીયલ રામાયણ જે ૧૯૮૭માં આવી હતી તેના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદજી બીજી પેઢીના સદસ્‍ય હતા.

પોસ્‍ટમાં આગળ જણાવવામાં આવ્‍યું છે કે તેઓ એક ગરમજોશી, ગરિમા અને મૂલ્‍યો પર આધારિત વ્‍યક્‍તિ હતા. આનંદ રામાનંદ સાગરે પોતાની વ્‍યક્‍તિત્‍વથી ઘણા જીવન સ્‍પર્શ્‍યા. તેમના પરિવાર, મિત્રો અને એ દરેક લોકોને સ્‍નેહપૂર્વક યાદ કર્યા જેમને તેઓને જાણવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થયું. અંતિમ સંસ્‍કાર શુક્રવાર ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૪:૩૦ વાગ્‍યે મુંબઈના પવન હંસમાં કરવામાં આવ્‍યા. તેમની આત્‍માને શાંતિ મળે. ઓમ શાંતિ.(૪૦.૧૨)

(10:18 AM IST)