<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ફ્રાન્‍સમાં ખતરનાક તોફાને તબાહી મચાવીઃ ૯ લાખ ઘરોમાં અંધારપટ : ૨ લોકોના મોત

ગરોન નદીમાં પૂરના કારણે ઘણા વિસ્‍તારમાં રેડ એલર્ટ જાહેરઃ યુદ્ધના સ્‍તર પર રાહત કાર્ય : રસ્‍તા પર પાણી જામ અને કીચડના કારણે વાહનવ્‍યવહાર ખરાબ રીતે પ્રભાવિતઃ કેટલાય ગામડાના સંપર્ક તૂટી ગયા છે, જ્‍યાં બચાવ દળ હોડીની મદદ લઈ રહ્યા

પેરિસ,તા.૧૪: ફ્રાન્‍સમાં આવેલા શક્‍તિશાળી તોફાન નિલ્‍સે ભારે તબાહી મચાવી છે. જેમાં અત્‍યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્‍યા છે. તોફાનના કારણે ૯ લાખ ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે અને ગરોન નદીમાં પૂરના કારણે ઘણા વિસ્‍તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસન ૩૦૦૦ કર્મીઓ સાથે રાહત કાર્યમાં લાગેલા છે, જ્‍યારે તોફાન હવે યુરોપના પૂર્વી ભાગ તરફ આગળ વધી રહ્યું છે.

બે લોકોના દર્દનાક મોતઃ તોફાન નિલ્‍સની ચપેટમાં આવવાથી ફ્રાન્‍સમાં અત્‍યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્‍યા છે. પહેલું મોત ગુરુવારે લેન્‍ડ્‍સ વિભાગમાં થયું હતું, જ્‍યારે બીજું મોત ટાર્ન-એ-ગેરોનમાં થયું છે. સરકારી પ્રવક્‍તા મૌડ બ્રેગન અનુસાર, તેમાંથી એક વ્‍યક્‍તિ પોતાના જ બગીચામાં મૃત જોવા મળ્‍યો હતો.

૯ લાખ ઘરોમાં અંધારું છવાયું- તોફાનની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ ૯ લાખ ઘરોમાં અંધારું છવાયેલું છે. નેટવર્ક ઓપરેટર એનેડિસે જણાવ્‍યું છે કે આ તેમના માટે એક મોટો પડકાર હતો. જો કે શુક્રવાર સવાર સુધી લગભગ અડધા પ્રભાવિત વિસ્‍તારમાં વીજળી સપ્‍લાય શરુ કરી દીધી.

 પૂરનું રેડ એલર્ટ જાહેર થયું તોફાન પસાર થયા બાદ પણ ખતરો ટળ્‍યો નથી. મેટીઓ-ફ્રાન્‍સે ગિરોંડે અને લોટ-એ-ગેરોન વિભાગો માટે પૂરનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ચેતવણી શનિવાર સુધી પ્રભાવી રહેશે. પ્રશાસને લોકોને નદીઓના કિનારે જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સૂચના આપી છે.

ગરોન નદીમાં પૂર ફ્રાન્‍સની મુખ્‍ય ગેરોન નદી હાલમાં ખતરનાક સ્‍તર પર છે. ભારે વરસાદ અને તોફાનના કારણે નદીનું જળસ્‍તર ઝડપથી વધી રહ્યું છે. જેનાથી આજુબાજુના રહેણાંક વિસ્‍તારમાં પાણી ઘુસવાનો ખતરો ઊભો થઈ ગયો છે. સ્‍થાનિક પ્રશાસન પૂર પ્રભાવિત વિસ્‍તારમાં સતત દેખરેખ રાખી રહ્યા છે.

અસાધારણ રીતે શક્‍તિશાળી તોફાન હવામાન વિભાગે નિલ્‍સને એક અસામાન્‍ય શક્‍તિવાળું તોફાન ગણાવી દીધું છે. આ બુધવાર રાતે પヘમિી તટ સાથે અથડાયું અને આખા ફ્રાન્‍સને ચપેટમાં લેતા પૂર્વ તરફ આગળ વધ્‍યું. હવાની સ્‍પીડ એટલી ઝડપી હતી કે મોટા મોટા ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા.

યુદ્ધના સ્‍તર પર રાહત કાર્ય વીજળી સપ્‍લાય ચાલુ કરવા અને રસ્‍તાને સાફ કરવા માટે લગભગ ૩૦૦૦ કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. તેમાં ૨૧૦૦ ટેકનિશિયન સામેલ છે, જે કપાયેલી લાઈનોને જોડવામાં લાગ્‍યા છે. સરકારનો ટાર્ગેટ ફટાફટ પ્રભાવિત વિસ્‍તારમાં જનજીવનને સામાન્‍ય પાટા પર લાવવાનું છે.

દક્ષિણ-પヘમિમાં ભારે તબાહી જો કે હવાનું એલર્ટ હટાવી લીધું છે. પણ દક્ષિણ-પヘમિ ફ્રાન્‍સમાં હજુ પણ પૂરની સ્‍થિતિ ગંભીર બનેલી છે. રસ્‍તા પર પાણી જામ અને કીચડના કારણે વાહનવ્‍યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. કેટલાય ગામડાના સંપર્ક તૂટી ગયા છે, જ્‍યાં બચાવ દળ હોડીની મદદ લઈ રહ્યા..(૪૦.૧૧)

(10:18 AM IST)