News of Sunday, 15th February 2026
કોલકાતા એરપોર્ટ પર વિમાને ઈમરજન્સી લેન્ડિંગ : બોમ્બ હોવાની મળી ધમકી
ઈન્ડિગો ફ્લાઈટની અંદરના વોશરૂમમાં લિપસ્ટિકથી લખેલી નોટ મળી આવી હતી. વિમાનમાં બોમ્બ હોવાની સૂચના બાદ વિમાનને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

ડિબ્રુગઢ: આસામના ડિબ્રુગઢથી કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને શનિવારે બોમ્બ હોવાની ધમકી મળી હતી. ઈન્ડિગો ફ્લાઈટની અંદરના વોશરૂમમાં લિપસ્ટિકથી લખેલી નોટ મળી આવી હતી. વિમાનમાં બોમ્બ હોવાની સૂચના બાદ વિમાનને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
કોલકાતા એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E6894માં બોમ્બ હોવાની સૂચના મળ્યા બાદ સાવચેતીના પગલા તરીકે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી. શનિવારે સાંજે 7:37 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર વિમાને સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ઉતરાણ પછી તરત જ સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું.
આઇસોલેશન બે પહોંચ્યા પછી વિમાનમાં રહેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને એરપોર્ટ સુરક્ષા ટીમે બોમ્બ સ્ક્વોડ સાથે મળીને ફ્લાઇટનું સંપૂર્ણ નિરીક્ષણ શરૂ કર્યું.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
