<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ: સેના પ્રમુખ મુનીર અને પીએમ શાહબાઝ શરીફની વૈશ્વિક સ્તરે ફજેતી: સેના જવાનોના સરેન્ડર બાદ પાકિસ્તાનમાં નેતૃત્વ સામે સવાલો

જનરલ અસીમ મુનીર અને શાહબાઝ સરકાર ભીંસમાં: ‘સેના સુરક્ષિત નથી તો દેશનું શું?’: વિપક્ષ અને જનતા દ્વારા સરકારની આકરી ટીકા, સોશિયલ મીડિયા પર આક્રોશ*

બીએલએ સામે પાકિસ્તાની સૈનિકોના સરેન્ડરની ઘટનાએ ઈસ્લામાબાદમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ ઘટનાને કારણે સેના પ્રમુખ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉભા થયા છે. દુનિયાભરમાં પાકિસ્તાની સેનાની ક્ષબી ખરડાઈ રહી છે અને વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે.

 

બલૂચિસ્તાનમાં ૭ સૈનિકોના આત્મસમર્પણની ઘટના માત્ર એક લશ્કરી નિષ્ફળતા નથી, પરંતુ તે પાકિસ્તાન માટે એક મોટી રાજકીય અને કૂટનીતિક શરમજનક સ્થિતિ બની ગઈ છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સામે આવેલી આ વિગતો બાદ, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની ચોતરફ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે સેના પોતાનું રક્ષણ નથી કરી શકતી, તે દેશનું રક્ષણ કેવી રીતે કરશે?

આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. સંરક્ષણ વિશ્લેષકો માને છે કે આ ઘટના જનરલ મુનીરના ‘ઓપરેશનલ કમાન્ડ’ પર સીધો પ્રહાર છે. વિરોધ પક્ષોએ સંસદમાં આ મુદ્દે જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે અબજો રૂપિયાનું સંરક્ષણ બજેટ હોવા છતાં સૈનિકો લાચાર કેમ છે? આ ઘટનાએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ખાસ કરીને જ્યારે પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યું છે, ત્યારે આવી ઘટનાઓ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી શકે છે.

 

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પર #PakistanArmySurrender અને #Balochistan જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. અનેક પૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ દબીજુબાને સ્વીકાર્યું છે કે આ ઘટના સેનાના ઈતિહાસમાં કાળા ડાઘ સમાન છે. શાહબાઝ શરીફની સરકાર પર દબાણ વધી રહ્યું છે કે તેઓ બલૂચિસ્તાનની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરે. આ ઘટનાને પગલે રાવલપિંડી (સેના મુખ્યાલય) માં પણ ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયાના અહેવાલો છે, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે.

(12:26 PM IST)