<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ઇન્દોરની ક્રૂર હત્યા: MBA વિદ્યાર્થીનીનું ગળું દબાવ્યું, સેક્સ કર્યું અને પછી છાતીમાં છરી ઝીંકી 'મહારક્ષસ' ફરાર

હત્યા બાદ શાંતિથી દારૂ પીધો અને અમાનવીય કૃત્યો કર્યા; મુંબઈમાં અંધેરી પોલીસ સમક્ષ આરોપી પિયુષનું આત્મસમર્પણ

ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક હૃદયદ્રાવક અને રુંવાડા ઉભા કરી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક MBA વિદ્યાર્થીની પિયુષ ધમાનૌડિયા નામના નરાધમની ક્રૂરતાનો ભોગ બની છે. આરોપી પિયુષ અને મૃતક યુવતી ગયા વર્ષથી સંબંધમાં હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થીનીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે પિયુષની અંદરનો 'રાક્ષસ' જાગી ઉઠ્યો હતો. ૧૦ ફેબ્રુઆરીના રોજ, વિવાદ ઉકેલવાના બહાને પિયુષ યુવતીને રૂમમાં લઈ ગયો, જ્યાં તેણે સેક્સ કર્યા બાદ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. તેણે યુવતીના હાથ બાંધી તેનું ગળું દબાવ્યું અને તે બચે નહીં તે માટે તેની છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે હત્યા જેવી જઘન્ય કક્ષાનું કૃત્ય કર્યા પછી આરોપીને સહેજ પણ પસ્તાવો નહોતો. તે રૂમમાંથી બહાર નીકળીને દારૂ પીવા ગયો અને ફરીથી પાછો આવીને મૃતદેહ સાથે અમાનવીય કૃત્યો કર્યા હતા. આરોપીએ પીડિતાના ખાનગી વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા જેથી તે તેને બદનામ કરી શકે. ધરપકડથી બચવા માટે પિયુષ મુંબઈ ભાગી ગયો હતો અને મેટ્રોમાં મુસાફરી કરતો રહ્યો. આખરે, લોકેશન ટ્રેસ થવાના ડર અને પોલીસના વધતા દબાણને કારણે તેણે મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો કબૂલી લીધો હતો.

ઇન્દોર પોલીસની એક ટીમ પહેલેથી જ મુંબઈમાં સક્રિય હતી, જેણે આરોપીનો કબજો મેળવી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પિયુષે પુરાવાનો નાશ કરવા માટે પીડિતાનો મોબાઈલ નાલાસોપારામાં ફેંકી દીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ સંબંધોમાં છુપાયેલી હિંસા અને વિકૃત માનસિકતાના જોખમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(2:21 PM IST)