<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કર્ણાટકમાં મોતનું કેમિકલ: મંડ્યાની ફેક્ટરીમાં ઝેરી ગેસ ગળતરથી ૨ ના કરુણ મોત, ૩ જિંદગી મરણતોલ જંગે

કેમિકલ યુનિટમાં અચાનક ગેસ લીક થતા શ્વાસ રુંધાયા; ગંભીર હાલતમાં શ્રમિકોને હોસ્પિટલ ખસેડાયા, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

મંડ્યા: કર્ણાટકના મંડ્યા જિલ્લામાં આજે એક ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઝેરી કેમિકલ લીક થવાના કારણે બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, એક કેમિકલ ફેક્ટરીમાં પ્લાન્ટની કામગીરી દરમિયાન અચાનક ગેસ ગળતર શરૂ થયું હતું. ઝેરી વાયુ એટલો પ્રબળ હતો કે ત્યાં હાજર શ્રમિકોને સંભાળવાની તક પણ ન મળી અને જોતજોતામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગેસની અસરમાં આવેલા અન્ય ત્રણ શ્રમિકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાને પગલે ફેક્ટરી પરિસરમાં ચીસિયારીઓ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગેસ લીકેજને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક તપાસમાં સુરક્ષાના સાધનોની ખામી અથવા ટેકનિકલ ખામીને કારણે આ ગળતર થયું હોવાનું અનુમાન છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક પ્રશાસને ફેક્ટરી સીલ કરી તપાસના આદેશ આપ્યા છે, જ્યારે મૃતકોના પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે.

(3:53 PM IST)