News of Sunday, 15th February 2026
ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે :રાહુલ ગાંધી પર ગૃહ મંત્રી અમિતભાઇ શાહે કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીને આ મામલે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સાથે ખુલા મંચ પર ચર્ચા કરવા પડકાર ફેંક્યો

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો છે. અમિતભાઈ શાહે કોંગ્રેસ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીને આ મામલે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સાથે ખુલા મંચ પર ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો
અમિતભાઈ શાહ દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતમાં હતા. ઉદ્ઘાટન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ જૂઠું બોલે છે, અને રાહુલ ગાંધી પણ વેપાર સોદા અંગે જનતા સમક્ષ જૂઠું બોલી રહ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર અને તેનું નેતૃત્વ હંમેશા જૂઠું બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધી દેશની સંસદમાં ખેડૂતો વિશે વાત કરે છે. યુપીએના 10 વર્ષના શાસન દરમિયાન તમે ખેડૂતો પાસેથી કેટલું અનાજ ખરીદ્યું? અમે તમારા કરતા 15 ગણું વધુ અનાજ MSP પર ખરીદ્યું.
અમિતભાઈ શાહે વધુમાં દાવો કર્યો કે, "યુપીએ શાસન દરમિયાન ખેડૂતોનું બજેટ 26,000 કરોડ રૂપિયા હતું, જેને મોદીજીએ વધારીને 1.29 લાખ કરોડ રૂપિયા કર્યું. તમે 70 વર્ષમાં એક વાર લોન માફીનું ગાજર લટકાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. છેલ્લા 10 વર્ષથી, મોદીજી દરેક ખેડૂતના બેંક ખાતામાં 6,000 રૂપિયા મોકલી રહ્યા છે જેથી તેમને લોન ન લેવી પડે."
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
