News of Monday, 16th February 2026
કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલે ખુલશે: ૨૦૨૫ કરતા ૧૦ દિવસ વહેલી શરૂ થશે યાત્રા

ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં પરંપરાગત પૂજા-અર્ચના બાદ જ્યોતિષીય ગણતરી મુજબ કપાટ ખુલવાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આગામી ૨૨ એપ્રિલના રોજ સવારે શુભ મુહૂર્તમાં બાબા કેદારના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. મહત્વની વાત એ છે કે ૨૦૨૫ની સરખામણીએ આ વખતે યાત્રા ૧૦ દિવસ વહેલી શરૂ થઈ રહી છે.
કપાટ ખુલવાની જાહેરાત સાથે જ ચારધામ યાત્રાની તૈયારીઓ તેજ બની ગઈ છે. પ્રશાસન રસ્તાઓની મરામત, રહેવાની વ્યવસ્થા અને સુરક્ષાના ઈન્તજામમાં લાગી ગયું છે. કેદારનાથમાં હજુ પણ બરફની ચાદર છે, પરંતુ એપ્રિલ સુધીમાં તેને હટાવી દેવામાં આવશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શને આવે છે, ત્યારે આ વખતે વહેલી શરૂઆત થવાથી ભીડનું વ્યવસ્થાપન કરવું પડકારજનક રહેશે. શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
