News of Monday, 16th February 2026
આ આકાશવાણી છે, બહેનો અને ભાઈઓઃ
હિન્દી ફિલ્મી ગીતકાર-કવિ નરેન્દ્ર શર્માએ ‘‘આકાશવાણી'' નામ આપ્યું

આજે કદાચ આ વાતનો અહેસાસ નથી થતો, પરંતુ રેડિયો પણ વિજ્ઞાનના અદભૂત આવિષ્કારોમાંનો એક છે
બાળપણમાં વર્ગમાં અમને યાદ કરાવવામાં આવતું હતું કે રેડિયોની શોધ માર્કોની નામના વ્યક્તિએ કરી હતી. શરૂઆતમાં રેડિયોને ૅબોલવા વાળો ડબ્બો (બોલને વાલે ડિબ્બા) નામ પણ આપવામાં આવ્યું હતું.
દેશની આઝાદીના એક મુખ્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જર્મનીમાં રહીને, ભારતવાસીઓ સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે આઝાદ હિદ રેડિયોની સ્થાપના અને પ્રથમ પ્રસારણ ૧૯૪૨માં કરવામાં આવ્યું હતું. નેતાજીએ હિન્દુસ્તાનીઓને પોતાના એક સંદેશમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન બીબીસી ને બ્લફ એન્ડ બ્લસ્ટર કોર્પોરેશન અને તત્કાલીન અંગ્રેજો દ્વારા નિયંત્રિત ઓલ ઈન્ડિયા રેડિયોને એન્ટી ઈન્ડિયન રેડિયો તરીકે પણ ગણાવ્યા હતા.
એક સમય એવો હતો કે રેડિયો જ સમાચાર સાંભળવા, જાણવા અને આગળ જતાં મનોરંજનનું મુખ્ય સાધન બની ગયું હતું.
દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે, તે રેડિયોમાં જ સમાચાર દ્વારા દિવસમાં ઘણી વખત જણાવવામાં આવતું હતું.
ચાની દુકાન કે પાનની દુકાન પર પણ બેસીને, રોકાઈને સમાચાર સાંભળી લેવામાં આવતા હતા. ગરમાગરમ ચાની ચૂસકીઓ સાથે ગુમટીમાં, પાનનું બીડું મોઢામાં મૂકીને પનવાડીના ગલ્લા પર સમાચાર સાંભળવાની સાથે સાથે ગરમાગરમ ચર્ચા પણ આસપાસના લોકો સાથે થવા લાગતી હતી.
સમાચારો, ક્રિકેટની કોમેન્ટ્રી, કે બીજા લોકપ્રિય કાર્યક્રમના પ્રસારણ દરમિયાન ચા કે પાનની દુકાનમાં ઘરાકી વધી જતી હતી.
હિન્દીના કવિ અને ફિલ્મોના ગીતકાર નરેન્દ્ર શર્માએ રેડિયોનું નામકરણ હિન્દીમાં આકાશવાણી કર્યું હતું.
શરૂઆતમાં રેડિયોનું પ્રસારણ ભારતમાં થોડા કલાકો માટે સવારે, બપોરે અને સાંજે થતું હતું.
પ્રસારણની શરૂઆત આ અવાજ સંભળાવવાથી થતી હતી આ આકાશવાણી છે...
આજકાલ તો રેડિયોનું પ્રસારણ ૨૪ કલાક ચાલુ રહે છે.
બાળપણમાં આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે, એવું ખૂબ સાંભળ્યું છે.
દહેજમાં રેડિયો મળવો પણ વર પક્ષવાળાઓનું મન પ્રફુલ્લિત કરી દેતું હતું.
લોકો રેડિયોને ઘરમાં એવી જગ્યાએ રાખતા હતા કે ઘરમાં આવનારાઓને પણ દેખાય, અથવા એટલા મોટા અવાજે રેડિયો વગાડવામાં આવે કે આડોશ-પાડોશ, મહોલ્લાવાળાઓને પણ જાણ રહે કે ઘરમાં રેડિયો છે.
પરિણામે કેટલાક લોકો પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા પહોંચી જતા હતા કે ફલાણાના રેડિયોના અવાજને કારણે અમારી શાંતિ ભંગ થાય છે. આવું કરવા પાછળનું કારણ, જ્યાં રેડિયો પાડોશી પાસે છે, મારી પાસે નથીૅ વાળી ઈર્ષ્યા પણ હોઈ શકતી હતી.
ભારતમાં રેડિયોના શરૂઆતના દિવસોમાં પોસ્ટ ઓફિસમાંથી એક લાઈસન્સ પણ લેવું પડતું હતું, અને તેના માટે વાર્ષિક ફી ભરવી પડતી હતી, જે ત્રણ રૂપિયાથી શરૂ થઈને લાઈસન્સની સમાપ્તી સમયે પંદર રૂપિયા હતી.
કેટલાક લોકો પોલીસ સ્ટેશન જઈને એવી શંકા પણ વ્યક્ત કરતા હતા કે ફલાણા ઘરમાં રેડિયો તો છે, પરંતુ તેમણે લાઈસન્સ નથી લીધું.
રેડિયો પહેલા કદમાં મોટો હતો, અને ઘરના એક ખૂણામાં તેને રાખવામાં આવતો હતો, અને તે વીજળીથી જ ચાલતો હતો.
રેડિયોની જાહેરાતો પણ પત્ર-પત્રિકાઓમાં ખૂબ જોવા મળતી હતી.
મર્ફી બ્રાન્ડના રેડિયોની જાહેરાત તો આજે પણ યાદ કરવામાં આવે છે, અને મર્ફી મુન્નાની માસૂમિયત તો આજે પણ ભૂલ્યા ભુલાતી નથી.
રેડિયો સિગ્નલ સારું પકડી શકે તે માટે રૂમમાં દિવાલની ઉપર એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચનારી બે ઈંચ ઊંચી જાળી જેવી લાગેલી હોતી હતી, જે રેડિયોના સિગ્નલ સારી રીતે પકડવા માટે એન્ટેના કે રિસીવરનું કામ કરતી હતી.
રેડિયોમાં બે બેન્ડ, મીડિયમ અને શોર્ટ વેવ, હોતા હતા. મીડિયમ વેવમાં આસપાસના રેડિયો સ્ટેશનોનું પ્રસારણ સાંભળવા મળતું હતું, અને શોર્ટ વેવ પર બીજા દેશોના રેડિયો પ્રસારણો સાંભળી શકાતા હતા.
રેડિયો સિલોનમાં બિનાકા, ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા દ્વારા રમાઈ રહેલી ટેસ્ટ મેચની કોમેન્ટ્રી સાંભળવા માટે શોર્ટ વેવની મદદ લેવામાં આવતી હતી.
આગળ જતાં રેડિયોનું કદ ઘટ્યું, ટ્રાન્ઝિસ્ટરના સ્વરૂપમાં પણ આવી ગયો, હવે વીજળીની મદદ વગર, બેટરીથી પણ રેડિયો સાંભળી શકાતો હતો. રેડિયોનું એક જગ્યાએ જ દેખાવું બંધ થઈ ગયું. ટ્રાન્ઝિસ્ટરના માધ્યમથી રેડિયોને સાથે લઈ જઈને પણ સાંભળી શકાતો હતો.
ક્યારેક રેડિયોની દુનિયામાં અવાજના માધ્યમથી અહેસાસોની મુકમ્મલ દુનિયા વસતી હતી, સમાજ, પરિવારમાં તમામ લોકો માટે.
જેમની પાસે અક્ષરજ્ઞાન નહોતું, અખબાર વાંચી શકતા નહોતા, તે લોકો પણ રેડિયો સાંભળી શકતા હતા. જે લોકો પોતાની દ્રષ્ટિહીનતાને કારણે સમાચાર પત્ર વાંચી શકતા નહોતા, રેડિયો તેમનો પણ સાથી બની જતો હતો.
રસોડામાં કામ કરતી મહિલાઓ,
રાતોમાં મહોલ્લાની ચોકીદારી કરતો બહાદુર,
સરહદ પર દેશની રખવાળી કરતા જવાન હોય,
ઠંડી રાતોમાં મોડે સુધી પાનની દુકાન પર બેઠેલો ચૌરસિયા,
રેડિયો બધાના જ જીવન સાથે જોડાયેલો હતો.
દરેક ઉંમરના લોકો તેમાં પોતાનો સાથી શોધ્યા કરતા હતા.
રેડિયો દ્વારા યુવાનો, બાળકો, મહિલાઓ અને વડીલો તમામની પસંદગી મુજબ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવતા હતા.
બપોરનો સમય સખી સહેલીનો (મહિલાઓ માટે હતો, પરંતુ પુરુષો પણ ખૂબ સાંભળતા હતા), મનગમતા ગીતોના કાર્યક્રમોમાં રાત્રે છાયાગીત દસ વાગ્યે, આપકી ફરમાઈશ, જયમાલા કાર્યક્રમમાં, સામાન્ય માણસ કે ઘણા મહત્વપૂર્ણ વ્યક્તિઓના ગીતોની ખાસ ફરમાઈશ પણ સંભળાવવામાં આવતી હતી.
વિવિધ ભારતી કેન્દ્ર પરથી પ્રસારિત થનારા મધુર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જયમાલા ખાસ કરીને ફોજી ભાઈઓ માટે તેમના મનપસંદ ગીતોને, તે ગીતો સાથે જોડાયેલા કલાકારોના માધ્યમથી સંભળાવવા માટે હતો.(સોશ્યલ મિડીયામાં વાયરલ મેસેજ સાભાર
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
