News of Monday, 16th February 2026
રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કેસમાં રાજસ્થાનથી વધુ એક શંકાસ્પદની ધરપકડ
અત્યાર સુધીમાં છ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે.

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કેસમાં રાજસ્થાનથી વધુ એક શંકાસ્પદની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં છ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે.
ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના મુંબઈ (જુહુ) સ્થિત ઘર પર ગોળીબાર કરવાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હતી.રાજસ્થાન અને પુણેથી શૂટર અને હથિયાર સપ્લાયર સહિત અત્યાર સુધીમાં ૬ જેટલા શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે
.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
