<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ભારતીય શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લનો જીવનદીપ બુઝાયો

રમેશભાઇ શુક્‍લ આપણી વચ્‍ચે નથી પણ તેઓ તેમની તસવીરોથી કાયમ આપણા હ્રદયમાં જીવંત રહેશેઃ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મુંબઈથી બોટ દ્વારા પાંચ દિવસની દુબઇ સુધી કઠિન મુસાફરી કરી હતીઃ પરિવાર સાથે દુબઇ પહોંચ્‍યા પછી ત્‍યાં એક સ્‍ટુડિયો સ્‍થાપ્‍યો જેનું નામ ‘નીલ કમલ' હતું: રમેશભાઇ ઘણા વિશ્વ નેતાઓને મળ્‍યા હતા અને ફોટોગ્રાફી કરી હતીઃ ૭૦ અને ૮૦ ના દાયકા દરમિયાન લેવામાં આવેલી ૨,૦૦૦થી વધુ ફિલ્‍મોના રોલ તેમણે પ્રોસેસ પણ કર્યા નહોતાઃ દુબઈના મેટ્રો સ્‍ટેશનો, સંગ્રહાલયો, ઓફિસો, સ્‍ટેમ્‍પ્‍સ અને ચલણ પર પણ તેમણે લીધેલ તસવીરો આજે પણ જીવંત છે : તસ્‍વીરોમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ને જીવંત રાખનાર રમેશભાઈ શુકલના નિધનથી ભારત અને યુએઈ બંને દેશોના કલા અને ઈતિહાસ જગતમાં શોકની લહેર ફરી વળી

રાજકોટ, તા.૧૬: સંયુક્‍ત આરબ અમીરાતના ઈતિહાસના સાક્ષી અને દેશના સ્‍થાપક પિતાઓના યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરનાર ખ્‍યાતનામ ભારતીય ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લનું રવિવારે સવારે દુબઈની રાશિદ હોસ્‍પિટલમાં ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. હૃદયની બીમારી સામે ઝઝૂમ્‍યા બાદ રમેશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ભારત અને શ્‍ખ્‍ચ્‍ બંને દેશોના કલા અને ઈતિહાસ જગતમાં શોકની લહેર ફરી વળી છે. રમેશભાઈના પરિવારમાં તેમના પત્‍ની તરુણ શુક્‍લ અને પુત્ર નીલ શુક્‍લ છે. થોડા સમય પહેલાજ અકિલામાં પ્રસિધ્‍ધ થયેલ તેમના વિશેના લેખથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા.

દુબઇમાં ૨ ડિસેમ્‍બર, ૧૯૭૧ ના રોજ યુનિયન કરાર પર હસ્‍તાક્ષર થયા તે ક્ષણનો ફોટોગ્રાફ જે હવે ધ સ્‍પિરિટ ઓફ ધ યુનિયન કહેવામાં આવે છે અને યુએઈના જન્‍મનું પ્રતીક છે. આજે, તે દેશભરમાં ગર્વથી પ્રદર્શિત થાય છે અને ૫૦ આએડ બેંકનોટ પર પણ દર્શાવવામાં આવે છે. તેને કેદ કરનાર એટલે વિશ્વવિખ્‍યાત ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લ હવે આપણી વચ્‍ચે નથી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે મુંબઈથી બોટ દ્વારા પાંચ દિવસની દુબઇ સુધી કઠિન મુસાફરી કરી હતી. શારજાહમાં જમીન પર પગ મુકીને તેઓ ખુબ ખુશ હતા. એ વખતે તેમના ખિસ્‍સામાં ફક્‍ત ૫૦ રૂપિયા (આજની કિંમત આશરે ૭૭ દિરહામ) હતા અને જુની ફિલ્‍મના ૨૫ રોલ અને એક રોલીકૉર્ડ કેમેરા સાથે લઇ ગયા હતા. ઇમિગ્રેશન પ્રક્રિયાઓ વિશે કોઈ ખ્‍યાલ ન હોવા છતા અનેક પરિસ્‍તિથીઓથી લડી તેઓ ત્‍યાં સ્‍થિર થયા. તે સમયે - ૬૦ ના દાયકામાં - કેમેરા અને ફોટોગ્રાફ્‌સ અસામાન્‍ય હતા તેમણે દુબઇમાં પાડેલા ફોટાઓ મુંબઇના કેટલાક ભારતીય સામયિકોમાં પ્રકાશિત થયા પછી આ ફીચર્સે ખૂબ જ સારો પ્રતિસાદ મેળવ્‍યો કારણ કે ઘણા વાચકો માટે તે પહેલી વાર હતું જ્‍યારે તેઓ એવી જગ્‍યા જોઈ રહ્યા હતા જેના વિશે તેમણે ફક્‍ત વેપારીઓ અને પ્રવાસીઓ પાસેથી સાંભળ્‍યું હતું. આ ફોટોગ્રાફ્‌સે તેમને ગલ્‍ફ પ્રદેશ વિશે નવી સમજ આપી. ત્‍યારબાદ રમેશભાઇ શુક્‍લ તેમના પરિવાર - પત્‍ની તરુબેન અને પછી ચાર વર્ષના પુત્ર નીલને સાથે ફરીથી બોટ દ્વારા મુસાફરી દ્વારા દુબઇ પહોંચ્‍યા જ્‍યાં એક સ્‍ટુડિયો સ્‍થાપ્‍યો જેનું નામ ‘નીલ કમલ' હતું.

 સમગ્ર દુબઇમાં ફરી જુના રોલવાળા કેમેરાથી ફોટોગ્રાફ લેવામાં તેઓએ સમગ્ર જીવન સમર્પિત કર્યુ. ફોટોગ્રાફિ સાથે રમેશભાઇને બીજો શોખ - કલાનો પણ હતો. તેઓ મોડી સાંજ સુધી પોતાના ચિત્રરૂમ પાસે બેસીને કેનવાસ પર આકર્ષક છબીઓ પણ બનાવતા. રમેશભાઇએ એ સમયે એક ઇન્‍ટરવ્‍યુંમાં કહેલું કે, તે દિવસોમાં તેઓ દિવસમાં લગભગ ૧૦૦ ફોટો શૂટ કરતા પછી રાત્રે તેને મેન્‍યુઅલી ડેવલપ કરીને પ્રિન્‍ટ કરતા. ૧૯૬૮નું વર્ષ આ લેન્‍સમેન માટે એક જીવનનો વળાંક હતો. શારજાહમાં ત્રણ દિવસની ઊંટ દોડ યોજાવાની છે તેવા સમચાર મળતાજ રમેશભાઇ શુક્‍લ તેમની સાયકલ અને કેમેરા સાથે રેસ ટ્રેક તરફ નીકળી પડ્‍યા. ત્‍યાં, તેઓ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહ્યાન જે પાછળથી યુએઈના રાષ્‍ટ્રપતિ બન્‍યા અને શેખ રશીદ બિન સઈદ અલ મક્‍તૂમ જે પાછળથી યુએઈના ઉપરાષ્‍ટ્રપતિ અને દુબઈના શાસક બન્‍યા તેઓને રેસ જોતા જોઈને આヘર્યચકિત થઈ ગયા. તેઓ જમીન પર બેસીને રેસનો આનંદ માણી રહ્યા હતા. રમેશભાઇએ તક ઝડપીને જુદા જુદા એન્‍ગલથી તેમનો ફોટોગ્રાફ લેવાનું શરૂ કર્યું અને તે સ્‍થળના ઉત્‍સાહ અને ઉર્જાને સમાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. રેસ પૂરી થયા પછી તેઓ ઝડપથી દુબઈમાં તેના સ્‍ટુડિયોમાં પાછા ગયા, ફોટો પ્રોસેસ કર્યા અને છાપ્‍યા અને બીજા દિવસે ટ્રેક પર પાછા ફર્યા. શેખ ઝાયેદ રેસ જોવા માટે ત્‍યાં હતા અને વિરામ દરમિયાન રમેશભાઇ શુક્‍લ તેમની પાસે ગયા અને તેમનો બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ પોટ્રેટ રજૂ કર્યો. શેખ ઝાયેદને ફોટો ગમ્‍યો હોય તેવું લાગતું હતું કારણ કે તેમણે સ્‍મિત કર્યું તેના પર સહી કરી પછી તેમણે રમેશભાઇને તે પેન આપી જેનો ઉપયોગ તેમણે ફોટો પર ઓટોગ્રાફ આપવા માટે કર્યો હતો અને કહ્યું હતું કે ‘તમે નંબર વન છો'. શેખ ઝાયેદના પ્રોત્‍સાહનના શબ્‍દો અને તેમના હાવભાવથી રમેશભાઇએ એક એવા દેશનો ઇતિહાસ લખવાનું ચાલુ રાખવાની પ્રેરણા મળી જે નિર્માણ પામી રહ્યો હતો. પ્રશંસાથી ઉત્‍સાહિત થઈને રમેશભાઇ શુક્‍લએ આ પ્રદેશની છબીઓ ફિલ્‍મ અને કેનવાસ પર કેદ કરવામાં વધુ સમય વિતાવ્‍યો. રમેશભાઇ ઘણા વિશ્વ નેતાઓને મળ્‍યા હતા અને ફોટોગ્રાફી કરી હતી, તેમણે હજુ સુધી ૭૦ અને ૮૦ ના દાયકા દરમિયાન લેવામાં આવેલી ૨,૦૦૦થી વધુ ફિલ્‍મોના રોલ પ્રોસેસ પણ કર્યા નહોતા.

 થોડા વર્ષો પછી ૧૯૭૧ માં તેઓ હજારો લોકો સાથે દુબઈના જુમેરાહમાં યુનિયન હાઉસ ખાતે એક યુગાંતરક ક્ષણના સાક્ષી બન્‍યા અને એ ક્ષણ હતી યુએઈની રચના માટે સંધિ પર હસ્‍તાક્ષર. તેઓએ તેમના હસ્‍તાક્ષર કરતો ફોટો પાડ્‍યો જે આજે પણ ત્‍યાંની ૫૦ આએડ બેંકનોટ પર પણ દર્શાવવામાં આવે છે. વર્ષોથી, રમેશભાઇ શુક્‍લએ હજારો અને લાખો ફોટા લીધા છે. જેમાંથી કેટલાક તેમના પ્રકાશિત પુસ્‍તકોમાં સ્‍થાન પામ્‍યા છે. તેઓ કહેતા  કે, ‘હું યુએઈના ઇતિહાસનો ભાગ બનીને ખૂબ ખુશ છું અને ભવિષ્‍ય માટે ઇતિહાસ રેકોર્ડ કરવાનો મને આનંદ છે.' દુબઈના મેટ્રો સ્‍ટેશનો, સંગ્રહાલયો, ઓફિસો, સ્‍ટેમ્‍પ્‍સ અને ચલણ પર પણ તેમણે લીધેલા ફોટો જોઈને તેમને ખૂબ આનંદ થાતો. ‘એતિહાદ મ્‍યુઝિયમમાં છેલ્લા ૫૦ વર્ષના તેમના કાર્યોનો એક ભાગ જોવો એ એક મહાન સન્‍માન હતું. તેમનું એક સ્‍વપ્‍ન સાકાર થયું હતું.'

ફોટોગ્રાફી પ્રત્‍યેનો તેમનો જુસ્‍સો પહેલા જેવો જ તેજ હતો. તેઓને અનેક સન્‍માન અને એવોર્ડ્‍સ મળ્‍યા હતા. આજે તેમના વારસામાં આઠ પુસ્‍તકોનો સમાવેશ થાય છે, જે દરેક તેમના દ્રષ્ટિકોણથી યુએઈની નોંધપાત્ર પ્રગતિનું વર્ણન કરે છે. તેમનું કાર્ય ફક્‍ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરની અસંખ્‍ય ગેલેરીઓનો ભાગ રહ્યું છે. તેમના ફોટોગ્રાફ્‌સથી રસ ધરાવતા લોકો માટે, તે સમગ્ર દુબઈમાં પ્રદર્શિત થાય છે. એતિહાદ મ્‍યુઝિયમના હોલમાં હોય કે મેટ્રો સ્‍ટેશનોના ધમધમતા કોરિડોરમાં, આ ચિત્રો તેમના અસાધારણ સિધ્‍ધીનો પુરાવો છે. હવે રમેશભાઇ આપણી વચ્‍ચે નથી પણ તેઓ તેમની તસવીરોથી કાયમ આપણા હ્રદયમાં જીવંત રહેશે. (રર.૧૪)

રમેશભાઇ શુક્‍લએ ૮૭ માં જન્‍મદિવસે ‘અકિલા'નો આભાર માની રાજીપો વ્‍યક્‍ત કરેલો

યુએઇના ઇતિહાસને કચકડે કંડારનાર ભારતીય શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લના ૮૭ માં જન્‍મદિવસે એટલેકે તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ અકિલામાં તેમના વિશે બે પાનાનો ફોટા સાથે વિસ્‍તળત લેખ પ્રસિધ્‍ધ થયેલો. જેમાં તેમના સંઘર્ષથી લઇ અત્‍યાર સુધીની સવિશેષ માહિતી પ્રસિધ્‍ધ થયેલી જેને લઇ રમેશભાઇ શુક્‍લએ અત્‍યંત રાજીપો વ્‍યક્‍ત કરેલો એટલુંજ નહીં દુબઇમાં તેમના જન્‍મદિવસની ઉજવણી દરમિયાન કેક કાપ્‍યા બાદ ઉપસ્‍થિત તેમના મિત્રો, સંબંધીઓ અને દુબઇના મહાનુંભાવોને ‘અકિલા'માં તેમના જન્‍મદિવસે પ્રસિધ્‍ધ થયેલ લેખની પ્રિન્‍ટ દર્શાવી પ્રસન્નતા વ્‍યક્‍ત કરી જેને દુબઇના મહાનુભાવોએ તાળીઓથી વધાવી લીધી હતી. મૂળ ભારતીય પણ વર્ષોથી દુબઇ સ્‍થાઇ થયેલા શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લના એ જન્‍મદિવસમાં તેમના મિત્રો, સંબંધીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્‍થિત હતા. કેક કટીંગ કર્યા બાદ રમેશભાઇએ ‘અકિલા'માં તેમના વિશે પ્રસિધ્‍ધ થયેલ લેખની પ્રિન્‍ટ ફોટા સાથે ઉપસ્‍થિત મહેમાનોને દર્શાવી કહ્યું હતું કે, ‘ભારતના ગુજરાતી ન્‍યુઝપેપરમાં મારા જન્‍મદિવસ આજે ખુબ મોટો લેખ આવ્‍યો છે. તેમણે અકિલામાં પ્રસિધ્‍ધ થયેલ ફોટો અને લખાણની પ્રિન્‍ટ ઉપસ્‍થિત મહેમાનોને દર્શાવી હતી જે તેમના માટે સૌથી મોટા ગર્વની વાત છે તેમ જણાવ્‍યું હતું. જેને ઉપસ્‍થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવ્‍યું હતું. રમેશભાઇ શુક્‍લના જન્‍મદિવસે દુબઇમાં પણ ‘અકિલા' છવાઇ ગયું હતું. તેઓએ ‘અકિલા'નો આભાર માની રાજીપો વ્‍યક્‍ત કરેલો હતો.

 ઐતિહાસિક તસવીરોના જાદુગર હતા રમેશભાઇ

રમેશ શુક્‍લ ‘રોયલ ફોટોગ્રાફર' તરીકે પ્રચલિત હતા, જે શીર્ષક તેમને દુબઈના તત્‍કાલીન શાસક દિવંગત શેખ રાશિદ બિન સઈદ અલ મકતુમે આપ્‍યું હતું. તેમની સૌથી પ્રખ્‍યાત કળતિ ૨ ડિસેમ્‍બર ૧૯૭૧ના રોજ લેવાયેલી 'સ્‍પિરિટ ઓફ ધ યુનિયન' તસવીર છે, જેમાં UAE ના તમામ સ્‍થાપક નેતાઓ સંઘની રચનાના દસ્‍તાવેજ પર હસ્‍તાક્ષર કર્યા બાદ રાષ્‍ટ્રધ્‍વજ સામે ઉભેલા જોવા મળે છે. આ ઉપરાંત, શેખ ઝાયેદની તેમણે ખેંચેલી તસવીર આજે UAE ની ૫૦ દિરહામની ચલણી નોટ પર શોભી રહી છે. રમેશભાઈ ૧૯૬૦ના દાયકામાં ભારતથી દુબઈ આવ્‍યા હતા. ત્‍યારથી લઈને અત્‍યાર સુધી તેમણે દેશના પરિવર્તનને કેમેરામાં ઝીલ્‍યું હતું. તેમનો અમૂલ્‍ય સંગ્રહ આજે ઝાયેદ નેશનલ મ્‍યુઝિયમ અને ઇત્તીહાદ મ્‍યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં જ તેમના પરિવારે UAE ના રાષ્‍ટ્રપતિ શેખ મોહમ્‍મદ બિન ઝાયેદ અલ નાહયાન અને દુબઈના શાસક શેખ મોહમ્‍મદ બિન રાશિદ અલ મકતુમ સાથે મુલાકાત કરી તેમના કાર્યોની વિગતો શેર કરી હતી.

અંતિમ ક્ષણો સુધી કાર્યરત રહેવાનો જુસ્‍સોઃ નીલ શુક્‍લ

તેમના પુત્ર નીલ શુક્‍લએ ભાવુક થઈને જણાવ્‍યું કે, પિતા છેલ્લા એક વર્ષથી હૃદયની બીમારીથી પીડાતા હતા. એક અઠવાડિયા પહેલા હાર્ટ એટેક આવ્‍યા બાદ તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા, પરંતુ શનિવારે અચાનક ખેંચ આવતા તેમને હોસ્‍પિટલ લઈ જવાયા હતા. હોસ્‍પિટલમાં પણ તેઓ નર્સો સાથે વાતો કરતા હતા અને પોતાની લાક્ષણિક ઊર્જા સાથે હકારાત્‍મક હતા. તેઓ અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા. હોસ્‍પિટલમાં વાતચીત દરમિયાન જ તેમને હાર્ટ એરેસ્‍ટ આવ્‍યો અને તેમનું અવસાન થયું. નોંધનીય છે કે, રમેશભાઇ શુક્‍લની સફળતામાં તેમના પત્‍ની તરુણ શુક્‍લનો મોટો ફાળો રહ્યો છે. તેઓ પોતે રમેશભાઈએ ખેંચેલા ફોટાના નેગેટિવ્‍સ પ્રોસેસ કરવાનું કામ કરતા હતા. પુત્ર નીલ જણાવે છે કે પિતાએ જે ઐતિહાસિક વારસો છોડ્‍યો છે, તેને આગામી પેઢી સુધી જીવંત રાખવો એ હવે તેમની જવાબદારી છે. રમેશભાઇ શુક્‍લ ભલે આજે આપણી વચ્‍ચે નથી, પરંતુ તેમની તસવીરો હંમેશા UAE ના ભવ્‍ય ઈતિહાસની યાદ અપાવતી રહેશે.

ધ યુએઇ ફોર્મેટિવ ઇયર્સ ૧૯૬૫ - ૭૫, ૧૯૯૬

ફાધર ઓફ દુબઇ - શેખ રશિદ બિન સાઇદ અલ મક્‍તૂમ, ૧૯૯૯

ધ યુએઇ - ફિફ્‌ટી ઇયર્સ ઇન પિક્‍ચર્સ, ૨૦૦૦

યુનાઇટેડ અરબ એમિરેટ્‍સ - ધ ફર્સ્‍ટ ૩૦ ઇયર્સ, ૨૦૦૨

ધ યુનાઇટેડ અરબ એમિરેટ્‍સ - ફોર્ટી ઇયર્સ ઓફ હિસ્‍ટોરિકલ ફોટોગ્રાફ્‌સ, ૨૦૧૧

ધ યુનાઇટેડ અરબ એમિરેટ્‍સ - ફિફ્‌ટી ઇયર્સ ઇન પિક્‍ચર્સ, ૨૦૧૫

શારજાહ - ધ રાઈઝિંગ સન, ૨૦૧૫

ફાઉન્‍ડિંગ ફાધર્સ - ઝાયેદ એન્‍ડ રશિદ, ૨૦૧૮

(2:31 PM IST)