News of Monday, 16th February 2026
રેલવેમાં નોકરીની સુવર્ણ તક : આરઆરબી ગ્રુપ ડી માટે ૨૨,૧૯૫ પદો પર ભરતી : અરજી પ્રક્રિયા શરૂ, ૨ માર્ચ રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) તરફથી ખુશખબર આવી છે. વર્ષ ૨૦૨૬ માટે ગ્રુપ ડીની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં કુલ ૨૨,૧૯૫ જેટલી ખાલી જગ્યાઅો ભરવામાં આવશે. આ જાહેરાત બાદ દેશભરના લાખો ઉમેદવારોમાં ઉત્સાહ જાવા મળી રહ્ના છે. રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, લાયક ઉમેદવારો અોનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો માટે છેલ્લી તારીખ ૨ માર્ચ રાખવામાં આવી છે. આ ભરતીમાં ૧૦મું ધોરણ પાસ અને આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે મોટી તક છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીનો સમાવેશ થશે. જે વિદ્યાર્થીઅો લાંબા સમયથી રેલવેની ભરતીની રાહ જાઈ રહ્ના હતા, તેમણે છેલ્લી તારીખની રાહ જાયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખો અને સિલેબસ અંગેની વધુ વિગતો સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
