News of Monday, 16th February 2026
ક્રિકેટર ઈશાન કિશનની લવ સ્ટોરી: ૬ વર્ષના ડેટિંગ બાદ લગ્નની તૈયારી? દાદાએ કહ્યું - 'અમને આંતરજ્ઞાતિય લગ્ન સામે કોઈ વાંધો નથી: પણ... ?
આ સંબંધને લઈને ઈશાનના પરિવાર તરફથી, ખાસ કરીને તેના દાદા તરફથી મોટું નિવેદન સામે આવ્યું

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ હાલમાં તે પોતાની અંગત જિંદગી અને લવ લાઈફને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશાન કિશન છેલ્લા ૬ વર્ષથી જયપુરની રહેવાસી અને મોડેલ અદિતિ હુંડિયાને ડેટ કરી રહ્યો છે. આ બંનેની જોડી સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે અને ચાહકો તેમને ખૂબ પસંદ પણ કરે છે.
હવે આ સંબંધને લઈને ઈશાનના પરિવાર તરફથી, ખાસ કરીને તેના દાદા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેનાથી તેમના લગ્નની અટકળો તેજ બની છે.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ઈશાન કિશનના દાદાએ જણાવ્યું હતું કે પરિવારને ઈશાનની પસંદગી પર પૂરો ભરોસો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "જો ઈશાન આંતરજ્ઞાતિય (ઇન્ટરકાસ્ટ) લગ્ન કરવા માંગતો હોય તો પણ અમને કોઈ વાંધો નથી."
બિહાર જેવા પરંપરાગત સમાજમાંથી આવતા પરિવાર માટે વડીલોનું આ આધુનિક અને ખુલ્લા વિચારોવાળું વલણ ખરેખર પ્રશંસનીય છે. દાદાએ એમ પણ કહ્યું હતું કે ઈશાન સુખી રહે તે જ પરિવારની પ્રાથમિકતા છે.
જોકે, તેમણે મજાકમાં એક શરત પણ મૂકી હતી કે લગ્ન પહેલા ઈશાને તેની કારકિર્દી પર પૂરતું ધ્યાન આપવું જોઈએ !!
અદિતિ હુંડિયા વ્યવસાયે મોડેલ છે અને તે ૨૦૧૭માં 'ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન' રહી ચૂકી છે. આ ઉપરાંત તે મિસ દિવા સુપરનેશનલ ૨૦૧૮ પણ જીતી ચૂકી છે. ઈશાન અને અદિતિ ઘણીવાર આઈપીએલ મેચો દરમિયાન અને રજાઓમાં સાથે જોવા મળ્યા છે.
અદિતિ અવારનવાર સોશિયલ મીડિયા પર ઈશાનને સપોર્ટ કરતી પોસ્ટ મૂકતી રહે છે.
દાદાના આ નિવેદન બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈશાન અને અદિતિ સત્તાવાર રીતે પોતાના સંબંધોને લગ્નના બંધનમાં બાંધી શકે છે. ચાહકો હવે આ સેલિબ્રિટી કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
