News of Tuesday, 17th February 2026
વર્ષ ૨૦૨૬નું પ્રથમ સૂર્યગ્રહણ શરૂઃ આકાશમાં સર્જાશે દુર્લભ ‘રિંગ ઓફ ફાયર'નો નજારો
સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં: સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં : ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા, મોરેશિયસ, તાંઝાનિયા, આર્જેન્ટિના અને ચિલી જેવા દેશોમાં ગ્રહણની શરૂઆત

નવી દિલ્હી, તા.૧૭: આજે બ્રહ્માંડમાં એક અદભુત દ્રશ્ય સર્જાવા જઈ રહ્યું છે. બપોરે બરાબર ૩:૨૬ મિનિટે વર્ષ ૨૦૨૬ના પ્રથમ સૂર્યગ્રહણનો પ્રારંભ થશે. આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ એન્યુલર સોલર ઇક્લિપ્સ એટલે કે વલયાકાર સૂર્યગ્રહણ છે. આ ઘટનામાં ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવી જાય છે, પરંતુ તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે, સૂર્યની કિનારીઓ ચળકતી રહે છે અને આકાશમાં સોનાની વીંટી જેવી આકળતિ એટલે કે રિંગ ઓફ ફાયર દેખાય છે. વિજ્ઞાનના પ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક છે, જ્યારે જ્યોતિષશાષા મુજબ આ ઘટના બ્રહ્માંડમાં ઉર્જાના મોટા ફેરફારો લાવશે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ગ્રહણ લગભગ ૪ કલાક અને ૩૨ મિનિટ સુધી ચાલશે, જેનો મધ્યકાળ એટલે કે સૌથી પ્રભાવશાળી સમય સાંજે ૫:૪૨ વાગ્યે રહેશે. જોકે, ભારતના આકાશમાં આ સમયે સૂર્યાસ્તની પ્રક્રિયા શરૂ થઈ જતી હોવાથી અને ભૌગોલિક સ્થાનને કારણે આ અગ્નિનો વલય ભારતમાં દેખાશે નહીં. આથી, મંદિરોના દ્વાર બંધ કરવા કે ખોરાક ન લેવો જેવા સૂતકના કડક નિયમો ભારતીયો માટે લાગુ પડશે નહીં. આ ગ્રહણ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકા, તાંઝાનિયા અને એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં સ્પષ્ટ રીતે નિહાળી શકાશે.
વિશ્વના જે ભાગોમાં આ ગ્રહણ દેખાશે તેમાં ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા, મોરેશિયસ, તાંઝાનિયા, આર્જેન્ટિના અને ચિલી જેવા દેશોનો સમાવેશ થાય છે. તે દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર અને એન્ટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાં પણ આંશિક રીતે દેખાશે.
જોકે, આ ગ્રહણ ભારત, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય ઘણા એશિયન દેશોમાં દેખાશે નહીં. તે યુરોપ, ઉત્તર અમેરિકાના મોટાભાગના ભાગો, મધ્ય અને ઉત્તર આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પણ દેખાશે નહીં. આમ, ૨૦૨૬નું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ ખગોળીય દ્રષ્ટિકોણથી તે એક મહત્વપૂર્ણ ઘટના હશે.ગ્રહણનો પ્રભાવ ઓછો કરવા અને શુભ ફળ મેળવવા માટે શાષાોમાં ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ગ્રહણકાળ દરમિયાન ઓમ આદિત્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ મનાય છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ એટલે કે રાત્રે ૮ વાગ્યા પછી તાાન કરીને જરૂરિયાતમંદોને ઘઉં, ગોળ કે તાંબાની વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદોષમાં રાહત મળે છે. ભલે આકાશમાં આ રિંગ આપણે ન જોઈ શકીએ, પણ આધ્યાત્મિક રીતે આ સમય પોતાની ભીતર રહેલી નકારાત્મકતાને દૂર કરી નવી ઉર્જા મેળવવાનો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
