News of Tuesday, 17th February 2026
જમ્મુ-કાશ્મીરમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી બે પાકિસ્તાની કેદીઓના ફરાર :કેદીના ફાયરિંગ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ ઘાયલ
સમગ્ર વિસ્તારમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન તેજ: ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર

જમ્મુ-કાશ્મીરમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી બે પાકિસ્તાની કેદીઓના ફરાર થવાના બનાવે સુરક્ષા તંત્રને ચોંકાવી દીધું છે. માહિતી મુજબ, એક કેદીએ પોલીસ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે.ભારત- પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી ભાગેડુઓને ઝડપી શકાય. સાથે જ કેદીઓ પાસે પિસ્તોલ કેવી રીતે પહોંચી તે મુદ્દે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી દર્શાવે છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
