News of Tuesday, 17th February 2026
આઠમું પાસ વ્યક્તિએ ૨૪ શબ્દોમાં આખી રામાયણ લખીને બનાવ્યો રેકોર્ડ
રામાયણના સારને માત્ર ૨૪ શબ્દોમાં લખીને તેમના નામે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે

રાંચી, તા.૧૭: આખું રામાયણ વાંચવું હોય તો દિવસ અને રાત પણ ઓછા પડે, જોકે એનો સાર જો થોડા શબ્દોમાં મળી જાય તો? એવું શકય છે. ઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એવું શકય બનાવ્યું છે. તેમણે સાહિત્યજગતને હેરતમાં નાખી દીધું છે. તેમણે રામાયણના સારને માત્ર ૨૪ શબ્દોમાં લખીને તેમના નામે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ નોંધાવ્યો છે. તેમની આ રચના ચોસઠવાલી ૨૪ શબ્દીય અંતાક્ષરી રામાયણના નામે જાણીતી છે. આની ખાસિયત એ છે કે તેના દરેક શબ્દનો અંતિમ અક્ષર નેક્સ્ટ શબ્દની શરૂઆત બને છે. મતલબ કે આખી રામકથા એક શબ્દશળંખલામાં સમેટાઈ જાય છે. તેમનો દાવો છે કે આ પ્રકારે કોઈ મહાગ્રંથનો સાર આટલા ટૂંકાણમાં શળંખલાશૈલી સાથે પહેલી વાર કહેવાયો છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
