News of Tuesday, 17th February 2026
રૂ.૮૧,૦૦૦ કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની લીલીઝંડી
૧૦ લાખ વળક્ષોના ભોગે પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવીને બનશે આધુનિક બંદર, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ ચીનના વધતા પ્રભાવને રોકવા અને વૈશ્વિક વેપારમાં ભારતનું કદ વધારવા માટે વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો મેગા પ્રોજેક્ટ

નવી દિલ્હી, તા.૧૭: ભારતના દક્ષિણ છેડે આવેલા ગ્રેટ નિકોબાર ટાપુ પર આકાર લેનારા રૂ.૮૧,૦૦૦ કરોડના મહાકાય પ્રોજેક્ટ પર લાગેલી અટકળોનો અંત આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની છ સભ્યોની વિશેષ બેન્ચે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે પર્યાવરણીય મંજૂરીમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે અને પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વને જોતા તેમાં દખલગીરી કરવાનો કોઈ આધાર નથી. આ પ્રોજેક્ટ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ હિંદ મહાસાગરમાં ભારતની આર્થિક અને લશ્કરી તાકાતનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે, જે મલાક્કા સ્ટ્રેટ જેવા વ્યસ્ત દરિયાઈ માર્ગ પર ભારતની પકડ મજબૂત કરશે.
આ મેગા પ્રોજેક્ટ હેઠળ ૧૬૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આધુનિક ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, સિવિલ અને મિલિટરી એરપોર્ટ, એક વિશાળ ટાઉનશીપ અને ૪૫૦-પ્સ્ખ્નો ગેસ તથા સોલર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. જોકે, આ વિકાસ માટે અંદાજે ૧૦ લાખ વળક્ષોની આહુતિ આપવી પડશે અને ૧૩૦ ચોરસ કિલોમીટર જંગલની જમીનનો ઉપયોગ થશે. સ્થાનિક નિકોબારી સમુદાય અને પર્યાવરણવાદીઓની ચિંતાઓને ધ્યાને રાખીને, ફઞ્વ્ એ કડક આદેશ આપ્યો છે કે ટાપુના દુર્લભ કાચબા, મેગાપોડ પક્ષીઓ અને મકાક વાંદરાઓ જેવા જીવોના સંરક્ષણમાં કોઈ કચાશ રાખવામાં ન આવે. આ પ્રોજેક્ટમાં વિકાસ અને કુદરતી વારસા વચ્ચે સંતુલિત અભિગમ રાખવો અનિવાર્ય છે.
વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો ગ્રેટ નિકોબારનું સ્થાન ભારત માટે સોનાની લગડી સમાન છે. આ ટાપુ વિશ્વના સૌથી વ્યસ્ત વેપારી માર્ગો પૈકીના એક એવા મલાક્કા સામુદ્રધુનીની અત્યંત નજીક છે. અહીં બંદર બનવાથી ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે અત્યારે સિંગાપોર કે કોલંબો જેવા બંદરો પાસે છે. આ ઉપરાંત, ચીન જે રીતે હિંદ મહાસાગરમાં પોતાની સબમરીન અને જહાજો દ્વારા ઘેરાબંધી કરી રહ્યું છે, તેને જડબાતોડ જવાબ આપવા માટે આ પ્રોજેક્ટ ભારતને એક અજેય સૈન્ય અડ્ડો પૂરો પાડશે. યુદ્ધ કે કટોકટીની સ્થિતિમાં અહીંથી દુશ્મન પર ચાંપતી નજર રાખવી અને વળતો પ્રહાર કરવો ભારત માટે અત્યંત સરળ બની જશે. NGT એ તેના આદેશમાં ખાસ નોંધ્યું છે કે પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન દરિયાકાંઠાના રેતાળ કિનારાઓને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ, કારણ કે તે દરિયાઈ જીવોના પ્રજનન માટે મહત્વના છે. સરકારે તમામ પર્યાવરણીય શરતોનું પાલન કરવાનું રહેશે અને જો કોઈ ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી થઈ શકે છે. આગામી વર્ષોમાં જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે તે અંદામાન અને નિકોબાર ટાપુઓના નકશાની સાથે ભારતની નસીબની રેખા પણ બદલી નાખશે. તે માત્ર આર્થિક સમળદ્ધિ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ ભારતનો સૌથી મજબૂત કિલ્લો સાબિત થશે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
