તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 17th February 2026
હર્ષોલ્લાસ અને આનંદ સાથે ચિ.ડો શુભમ અને ચિ.ડો. ક્રિષ્નાનો લગ્ન ઉત્સવ સંપન્ન થયો....
ચિ.ડો. શુભમના લગ્ન પ્રસંગે પરમાર પરિવાર દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ મહેંદી રસમ સાથે પંજાબી ઢોલની જમાવટ

રાજકોટઃ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર વૈદ્ય જયેશભાઈ પરમાર અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ શ્રીમતી ચૈતાલીબેન પરમારના સુપુત્ર ચી.ડો.શુભમના શુભલગ્ન ચિ.ડો.ક્રિશ્ના સાથે રંગેચંગે સંપન્ન થયા હતા.
સંગીત કાર્યક્રમમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી સાઈરામ દવે દ્વારા ચી. શુભમ તથા ચિ .ક્રિષ્ના ના લગ્ન પ્રસંગે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન અને દાંપત્ય જીવનની વાસ્તવિક તથા હાસ્ય રસિક વાતોથી આવેલા મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દે તો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી પંકજ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા દાંડીયારાસ નો ભવ્ય કાર્યક્રમ થી ડો. જયેશભાઈ પરમાર ના પરિવારજનો તથા વધારે મહેમાનો સર્વેને ખૂબ જ મોજ કરાવી. મંડપ મુહૂર્ત માં શાસ્ત્રોત વિધિથી કરવામાં આવ્યું અને સાથે સાથે રૂડા મામેરાનો અવસર પણ ઉજવવામાં આવ્યો. હલ્દી રસમનો કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર મામુ બનાવ્યો ફ્રેમ આર જે વિનોદ દ્વારા વિવિધ પ્રકારની રમતો દ્વારા પરિવારજનો અને વધારે મહેમાનો ને ખૂબ જ આનંદ કરાવવામાં આવ્યો તા.૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના દિવસે સાંજે પરમાર પરિવાર દ્વારા યોજેલ સત્કાર સમારંભમાં પરિવારજનો તથા સર્વે મિત્ર ગણ વગેરે અને વિવિધ મહાનુભવો હોય હાજરી આપી સત્કાર સમારંભ અને માણ્યો હતો. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવા શ્રી શાહબુદ્દીન રાઠોડે દાંપત્ય જીવનની વિવિધ વાતો કરીને સર્વે લોકોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો અને સાથે સાથે રાજુભાઈ ગઢવી જાણીતા સાહિત્યકાર અને સંજયભાઈ સાગઠીયા હાસ્ય કલાકાર દ્વારા પણ લોકોને હાસ્ય રસ પીરસવામાં આવ્યો હતો.
સત્કાર સમારંભમાં આશીર્વાદ આપવા શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તથા પદ્મશ્રી અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા તથા સંત શ્રી ત્યાગ વલ્લભ સ્વામીજી હરિધામ સોખડા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી રમેશભાઈ રૂપાપરા, રા.લો.સંઘના ચેરમેન અને અકિલા પરિવારના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા અને ગુણુભાઈ ડેલાવાળા વિ.ઉપસ્થિત રહ્યા હતા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
