News of Tuesday, 17th February 2026
પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
પીએમ મોદીએ અભિનંદન આપતા કહ્યું- હું તમને, ડૉ. ઝુબૈદા રહેમાન અને તમારી પુત્રી ઝૈમાને પરસ્પર અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે."

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને પત્ર લખીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સંસદીય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષની જીત અને બાંગ્લાદેશના આગામી પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું તમને, ડૉ. ઝુબૈદા રહેમાન અને તમારી પુત્રી ઝૈમાને પરસ્પર અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે."
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
