News of Wednesday, 18th February 2026
હવે IPLની મેચની ટિકિટ મોંઘી થશેઃ ૪૦ ટકા GST લાગુ કરાયો
આઈપીએલની મેચની ટિકિટને હાઈ ટેક્સ કેટેગરીમાં મૂકવામાં આવતા રૂ.૩૦૦૦ની ટિકિટ માટે રૂ.૪૨૦૦ ચૂકવવા પડશે

નવી દિલ્હી,તા.૧૮: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી ૨૬મી માર્ચથી શરૂ થનારી ટુનીમેન્ટની ટિકીટ પર આ વરસથી ૪૦ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સ વસ ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે જીએસટી કાઉન્સિલ દ્વારા ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી IPL ટિકિટ્સ તેમજ કસિનો, સટ્ટાબાજી જુગાર, લોટરી અને ઓનલાઈન ગેમિગ જેવી પ્રવૃત્તિઓ પર નવો ૪૦ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ સેવાઓને હવે અલગ હાઈ ટેક્સ કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ કેટેગરીમં આઈપીએલની મેચની ટિકિટને પણ સમાવી લેવામાં આવી છે. પહેલા આ ટિકીટ પર ૨૮ ટકા જીએસટી લેવામાં આવતો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચ માટે લેવાતી એન્ટ્રી ફી, ટિકિટ ચાર્જ વગેરે બધુ જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ ટેક્સેબલ સપ્લાય ગણાય છે. તેથી જ ભારતમાં યોજાતી આઈપીએલની મેચોની ટિકિટ પર ૪૦ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે આઈપીએલની મેચને લક્ઝરી-પ્રીમિયમક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ સર્વિસ માનવામાં આવે છે. આઈપીએલની ટિકિટ્સ પર ૨૮ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયલ લીગની મેચોને ખાસ લક્ઝરી ટેક્સ સ્લેબ હેઠળ મૂકવામાં આવી છે. પરંતુ આઈપીએલની ટિકીટ પર અલગથી જીએસટી વસૂલવામાં આવશે. આઈપીએલની & ક્રિકેટ મેચોને જીએસટી હેઠળ સ્પોર્ટિગ ઈવેન્ટમાં પ્રવેશ તરીકે ટેક્સેબલ સર્વિસ માનવામાં આવે છે. તેથી જ આઈપીએલની મેચ જોવા માટે ખરીદવામાં આવેલી ટિકિટ પર વધુ જીએસટી વસૂલવામાં આવે છે. આ ટેક્સ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અથવા ટિકિટિગ પ્લેટફોર્મ દ્વારા વસૂલ કરી સરકારને જમા કરાવવામાં આવે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
