<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજયમાં ૯૭ લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં ₹૫૯૬૭ કરોડની જોગવાઇ

VB-G RAM G યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ: કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન

ગાંધીનગર : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરતા જણાવ્યું કે  VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કરેલ છે. ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ₹૫૯૬૭ કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું.

(1:45 PM IST)