News of Wednesday, 18th February 2026
રાજયમાં વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે
છાત્રાલયોમાં અભ્યાસ કરતા ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાત

ગાંધીનગર : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરતા જણાવ્યું કે આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાત કરું છું. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
