News of Wednesday, 18th February 2026
નવા પ૦ આરોગ્ય રથ : વધુ ૧ર૧ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો
નાણામંત્રી કનુભાઇની જાહેરાતઃ પછાત વર્ગના વિદ્યાર્થીઓને માસિક સહાયમાં વધારો

ગાંધીનગર : બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ ૧૫૪ ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂા.૨૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું તેમ નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્યું છે.
VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ રૂા. ૧૫૦૦ કરોડનું આયોજન કરેલ છે.
ગુજરાતની વસ્તીમાં ૩૬ ટકા કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૫૯૬૭ કરોડની જોગવાઇ શિષ્યવળત્તિ માટે કરું છું.
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવળત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવળત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક રૂા. ૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવળત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા રૂા.૨ લાખ ૫૦ હજારથી વધારીને રૂા. ૬ લાખ કરવાની જાહેરાત કરું છું.
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂા. ૨૧૬૦માં રૂા. ૩૪૦નો વધારો કરી રૂા. ૨૫૦૦ કરવાની જાહેરાત કરું છું.
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
