News of Wednesday, 18th February 2026
મનપાનું બજેટ માત્ર આવક-જાવકનો હિસાબ નથીઃ વિકસીત રાજકોટના નિર્માણનો દસ્તાવેજઃ નયનાબેન પેઢડીયા
મેયરે બજેટને જનસુખાકારીલક્ષી ગણાવ્યું

રાજકોટ, તા.૧૮: આજે મને ગૌરવ છે કે શહેરના વિકાસને નવી ઉંચાઇએ લઇ જવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રિવાઇઝડ અંદાજપત્ર અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૩,૬૦૪.૯૦/ કરોડનું વાસ્તવિકતા સાથેનુ અંદાજપત્ર આજે મળેલ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ છે, જે માત્ર આવક-જાવકનો હિસાબ નથી, પરંતુ વિકસિત રાજકોટના નિર્માણનો દસ્તાવેજ અને વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજકોટની પ્રતિબદ્ધતા છે. આપણું રાજકોટ આજે રંગીલું હોવાની સાથે સાથે ગ્લોબલ બની રહ્યું છે. તેમ સભા અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.
વિસ્તળત હદ અને વધતી જતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને, અમે સર્વ-સમાવેશી અને સર્વગ્રાહી વિકાસની રણનીતિ સાથે આગળ વધ્યા છીએ. અમારો વિશેષ ભાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્તમ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા પર રહેશે, જેમાં રમતગમત ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.
આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના અથાક પ્રયત્નોથી જ્યારે અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ મક્કમતાથી ડગ માંડી રહ્યું છે, ત્યારે રાજકોટ પણ આ ઐતિહાસિક સફરમાં ખભેથી ખભા મિલાવીને તૈયાર છે. સાથે સાથે રમત ગમતમાં રૂચી વધારવા તેમજ વૈશ્વિક સ્તરે રમત ગમતમાં ભાગ લેવાની તૈયારી માટે આગામી નાણાકીય વર્ષમાં શહેરના ત્રણેય ઝોનમાં જાહેર-ખાનગી ભાગીદારીથી નવી રમતગમત સુવિધાઓ વિકસાવવાનું આયોજન પણ આવરી લીધેલ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક વેરા વધારા સામે અમે જનતાની લાગણી સમજીએ છીએ. તેથી જનહિતમાં નિર્ણય લેતા, અમે સૂચિત કર બોજમાં ઘટાડો કરી સામાન્ય નાગરિકોને આર્થિક રાહત આપવાનો નિર્ણય કર્યો છે. વિકાસ કામો માટે નાણાંની કમી નહીં આવવા દઈએ, પરંતુ મધ્યમ વર્ગ પર બોજ પણ નહીં પડવા દઈએ. રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૯૫/ કરોડના નવા કરબોજ સાથેનું રૂ.૩,૫૯૫.૭૦/ નું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરી, સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ. આ વાર્ષિક અંદાજપત્રનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિસ્તળત અભ્યાસ કરી, બજેટના કદમાં સામાન્ય વધારો કરેલ છે તેમજ શહેરીજનોને વિશેષ કરબોજ સહન ન કરવો પડે તે ધ્યાને રાખી, કમિશનરશ્રીએ રજુ કરેલ સુચિત કર બોજ વધારો રદ કરી, નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૩,૬૦૪.૯૦/ નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. નવા કરબોજ વિહોણું પ્રજાલક્ષી અને વાસ્તવિક બજેટ રજુ કરવા બદલ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્ટેન્ડીંગ કમિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ તમામ પ્રયાસો થકી, અમે આપણા રંગીલા રાજકોટને વધુ રહેવાલાયક અને માણવાલાયક શહેર બનાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ બજેટ રાજકોટને આધુનિક, સુરક્ષિત અને સમળદ્ધ બનાવશે. આવો, આપણે સૌ સાથે મળીને ટીમ રાજકોટ બનીને આપણા શહેરને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. તેમ અંતમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવાયુ હતું.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
