<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

શહેરીજનોની તમામ સુવિધાઓને આવરીને મનપાનું વિકાસશીલ બજેટ

મનપાના પ્રજાલક્ષી બજેટને આવકારતા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ

રાજકોટઃ મહાનગરપાલિકાના અંદાજપત્રને આવકારતા વિધાનસભા-૬૯નાં ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ દ્રારા જણાવવામાં આવેલ છે કે મહાનગરપાલિકાના બજેટમાં તમામ નાગરિકોની સુવિધાઓને ધ્‍યાનમાં લેવામાં આવેલ છે. જેમાં મુખ્‍યત્‍વે રાજકોટના ગૌરવ સમાન રેસકોર્ષ સંકુલને વધુ ડેવલપ કરવામાં આવશે. નાગરિકોને મિલકત વેરા અને પાણી વેરા પર માફી યોજનાથી નાના તથા મધ્‍યમ વર્ગના શહેરીજનોને રાહત મળશે. નમો વનનું નિર્માણ કરવામાં આવશે. શહેરની વધતા ટ્રાફિક અને શહેરના વિકાસને ધ્‍યાને લઇ ભવિષ્‍ય લક્ષી યોજના નો બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. મહિલા સુરક્ષીત સફર યોજના અંતર્ગત મહાનગરપાલિકા ના ત્રણ ઝોનમાં ખાસ મહિલાઓ માટે પિંક બસ સેવાનો નિર્ણયથી મહિલાઓ વધુ સારી ટ્રાન્‍સપોટેસન ની સુવિધા મળી રહશે. તેમજ રેસકોર્ષ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઈટોની પણ જોગવાઈ કરી રેસકોર્ષ રીંગ રોડ ને આકર્ષક બનાવવામાં આવશે.

આમ લાઈટ,રસ્‍તા ડ્રેનેજ મુખ્‍ય માળખાકીય સુવિધા સાથે નવા વિકાસના કામો સાથે શહેરીજનોની તમામ સુવિધાઓને આવરીને વિકાસશીલ બજેટ રાજકોટ મહાનગરપાલિકાનાં શાસક પક્ષ દ્રારા રજુ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર પણ સતત વિકાસપથ પર આગળ વધી રહ્યું છે. જે માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્‍ય સરકાર નો પણ આભાર વ્‍યક્‍ત કરું છું. રાજકોટનું પ્રજા લક્ષી બજેટ રજુ કરવા બદલ મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્‍યુટી મેયર શ્રીનરેન્‍દ્રસિંહ જાડેજા,સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા તમામ પદાઅધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓશ્રી તથા તમામ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:24 PM IST)