News of Wednesday, 18th February 2026
મનપાનું ૩૬૦૪.૯૦ કરોડનું કરમુકત બજેટ વિના વિરોધે પસાર
ત્રીજી વખત બજેટ બોર્ડમાં કોંગ્રેસનો એક પણ દરખાસ્તમાં વિરોધ નહીઃ વેરા વળતર યોજના સહિતની ૧૧ દરખાસ્તો સર્વાનુમતે મંજુર

અંતિમ બજેટ બોર્ડમાં પણ રાજકીય તુ તુ મેં મેં...
રાજકોટ, તા.૧૮: મ્યુનિ.કોર્પોરેશનમાં આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં બજેટ દરખાસ્તો સહિતની તમામ ૧૧ જેટલી દરખાસ્તોને મતદાન ઉપર લઈ બજેટ ગણતરીની મીનીટોમાં મંજુર કરી દીધું હતું. અમે બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. મનપાના ઈતિહાસમાં ત્રીજી વખત સર્વાનુમતે દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. આ બોર્ડમાં કોંગ્રેસે એક પણ દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો ન હતો.
આજે સવારે ૧૧ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ ૨૦૨૬-૨૭ના ૩૬૦૪.૯૦ કરોડના બજેટને બહાલી આપવા માટે મેયર નયનાબેન પેઢડિયાની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પાણીવેરા દરમાં અને ગાર્બેજના ચાર્જમાં વધારો તથાના મંજુર વળતર યોજનાની દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે.
આજે મળેલ બોર્ડમાં ધી જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના સને૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો(National Municipal Accounts Manualની ગાઇડ લાઇનને અનુરૂપ)તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગીક રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સવગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજૂરી આપવાતેમજ ધી જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર મંજુર કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્તોને સર્વાનુમતે મંજુરીની મ્હોર લગાવવા આવી છે.
અંતિમ બોર્ડમાં
૧૧ સભ્યો ગેરહાજર
રાજકોટઃ આજે મળેલ મ્યુનિ.કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં ભાજપના ૬૬ પૈકી ૫૬, કોંગ્રેસના ૪ પૈકી ૩ તથા અન્ય ર સહિત કુલ ૭૨ પૈકી ૬૧ સભ્યો હાજર રહયા હતા. જયારે ૪ રજા રિપોર્ટ સહિત કુલ ૧૧ સભ્યો ગેરહાજર રહયા હતા.(૨.૧૬)
મનપાના
બજેટ બોર્ડ
સાથે સાથે...
* વિપક્ષનો અવાજ દબાવવા શાસકોએ બંધ કરાવી દીધા માઇક.
* એઇ બધુ બંધ કરી દે નહીં તો મારવો પડશે શાસકના કોર્પોરેટરનો જનરલ બોર્ડમાં વાણી વિલાસ.
* તમે નેતા નથી ફકત વિપક્ષી સભ્યો છો તેમ કહી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અઢી વર્ષે વશરામભાઇને તેનુ સ્થાન બતાવ્યું.
* બોર્ડમાં ૭૨ પૈકી માત્ર ૨ નગર સેવકો એ બજેટ બોર્ડની પ્રતિક્રિયા આપી.
* વિપક્ષને સમય ન આપ્યો.
* વિપક્ષને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે તેવા સુચનો પણ મેયરને કરવામાં આવેલ.
* એક કલાક શાસકપક્ષે બજેટના મુદ્દાઓ ગણાવી બોર્ડનો સમય પૂર્ણ કરી નાખ્યો.
* અન્ય બોર્ડની માફક એક કલાકમાં કામગીરી આટોપી લેવામાં આવી હતી.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
