News of Wednesday, 18th February 2026
૧૦ રાજ્યોની ૩૭ બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીની તારીખોનું એલાન
૫ માર્ચ સુધીમાં નામાંકન અને ૧૬ માર્ચે મતદાન : મહારાષ્ટ્ર, ઓડીસા, તમીલનાડુ, આશામ, હરિયાણા સહિતના રાજ્યોમાં ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાશે

નવી દિલ્હી, તા.૧૮: ભારતીય લોકશાહીના ઉપલા ગળહ એટલે કે રાજ્યસભામાં સત્તાનું સંતુલન જાળવી રાખવા માટે ચૂંટણી પંચે રણશિંગુ ફૂંકી દીધું છે. દેશના ૧૦ મહત્વના રાજ્યોની ૩૭ બેઠકો માટે આગામી ૧૬ માર્ચે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માત્ર ખાલી પડેલી બેઠકો ભરવા માટે નથી, પરંતુ વિવિધ રાજકીય પક્ષો માટે ઉચ્ચ સદનમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવાની એક મોટી તક છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, બિહાર અને પヘમિ બંગાળ જેવા રાજ્યોમાં જ્યા રાજકીય ખેંચતાણ વધુ છે, ત્યાં આ જંગ રસાકસીભર્યો બની રહેશે.
આ ચૂંટણીમાં જે નામો ચર્ચામાં છે તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ નેતાઓનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે, જેના કારણે ખાલી પડનારી બેઠકો પર હવે નવા ચહેરાઓ આવશે કે જૂના જોગીઓ પરત ફરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તમિલનાડુમાં ૬ અને બિહાર-બંગાળમાં ૫-૫ બેઠકો પરની જીત-હાર રાષ્ટ્રીય રાજકારણની દિશા બદલી શકે છે.
ચૂંટણી પંચે જાહેર કરેલા શેડ્યૂલ મુજબ, ૨૬ ફેબ્રુઆરીથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ૫ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે અને ૧૬ માર્ચે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી વિધાનસભાઓમાં મતદાન થશે. રસપ્રદ વાત એ છે કે, મતદાન પૂર્ણ થયાના માત્ર એક જ કલાક બાદ એટલે કે સાંજે ૫ વાગ્યે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા એટલી ઝડપી હશે કે તે જ રાત્રે ૩૭ નવા સાંસદોના ચહેરા સ્પષ્ટ થઈ જશે, જે સંસદમાં પોતપોતાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. (રર.૧૬)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
