<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજસ્થાન હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ મેલમાં ધમકી મળી, જોધપુરની મુખ્ય બેન્ચ અને જયપુર બેન્ચને ખાલી કરાવવામાં આવી

મહારાષ્ટ્રની ભાજપા સરકારે, સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં મુસલમાનો માટેના પાંચ ટકા કોટાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. દેવેન્દ્ર ફડનવીસનો મહત્વનો નિર્ણય

પાયલોટનો ઉપયોગ કરી અજીત પવારનું વિમાન જાણી જોઈને નીચે પાડવામાં આવ્યુ હતું: એનસીપી ધારાસભ્ય રોહિત પવારનો સનસનાટી ભર્યો આક્ષેપ

 

એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું છે કે પાયલોટનો ઉપયોગ કરીને અજીત પવારનું વિમાન જાણી જોઈને નીચે પાડવામાં આવેલ/ક્રેશ કરવામાં આવ્યું છે. વિમાનની ફ્યુઅલ ટેન્ક આખી ભરેલ હતી, તે આખેઆખી ભરવાની શું જરૂરત હતી ? પાંખમાં ટેન્ક હતી તે પણ ભરેલી હતી: કેન્દ્રની તપાસની એજન્સીઓની તપાસ શંકાસ્પદ રીતે ખૂબ ધીમી છે. વિમાનનું બ્લેક બોક્સ સળગી ગયું છે તેને મહત્વનું ગણાવી રોહિત પવારે કહ્યું હતું કે બ્લેકબોક્સ ત્યારે જ ખરાબ થાય જ્યારે ૧૧૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉપર એક કલાક સુધી તે સળગતું રહે, જ્યારે પાણીમાં એક મહિના સુધી સલામત રહી શકે છે. વિમાનની ખરાબ સ્થિતિ અને વિમાની કિંમત ૫૫ કરોડ રૂપિયા હતી જ્યારે તેની કુલ લાયાબિલિટી ૨૧૦ કરોડ રૂપિયા છે. તેમણે માત્ર કાગળની કાર્યવાહી ઉપર ભરોસો નહીં રાખતા ડિજિટલ એવિડન્સની તપાસ કરવા માંગણી કરી છે

(3:34 PM IST)