News of Wednesday, 18th February 2026
પાણી વિતરણ માટે જીવનધારા યોજના : ગુજરાત ડમ્પ ફ્રી માર્ગે
૧૧૫૫ કિ.મી.ના રસ્તા હાઇસ્પીડ કોરીડોર : આધુનિક માળખાકીય સુવિધાની મહત્વની કડી

ગાંધીનગર : ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. ૩૨ શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો - ‘જીવન ધારા' અમલમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરું છું.ગુજરાત ‘ડમ્પ ફ્રી' રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત ૨૫૩ લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે રૂ.૫૬૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે ૧૧૫૫ કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે રૂ.૮૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
