તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Wednesday, 18th February 2026
નવી ર૦૦૦ આંગણવાડીઓ બનાવાશેઃ ભાવનગર, સુરત, જામનગરમાં કીડની ઇન્સ્ટીટયુટ સ્થપાશે

ગાંધીનગર, તા. ૧૮: નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં કહયુ કે, નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ઈં ૩૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમળતમ (મા યોજના)' યોજના હેઠળ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકોનો સમાવેશ કરેલ છે. જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ઈં ૩૪૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.
ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તળતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
